“મમ્મી ..! શુ તું મને જ્યારે હોઈ ત્યારે શિખામણ આપ્યા કરતી હોઈ? વારંવાર સલાહ સૂચના જ આપ્યા કરતી હોઈ..! હવે તો મારા લગ્ન થઈ ગયા છે..મારે ઘરે એક વર્ષનો દીકરો છે. હવે હું પત્ની,વહુ,અને ખાસ તો માં છું એક છોકરાની..આમ તું મને નાની નાની વાત માં ને કામમાં શીખવ્યા કે સમજાવ્યા ના કર..!”
ટીવી જોઈ રહેલી કવિતા તેની માં પર બરાડા પાડી રહી હતી..
“અરે બેટા..! હું તને પ્રેમથી સમજાવું જ છુ કે જન્મ આપીને માં નથી બની જવાતુ.. ઘણી બધી કેળવણી શીખવી પડે.માં બનવા માટે બાળકનો સારો ઉછેર થઈ શકે તે માટે શિખામણ જરૂરી છે.તું લાડકી છો હજી તને જવાબદારીઓ ની ખબર ના હોઈ..!” ધીમા જ અવાજે કવિતાની મમ્મી તેને સમજાવી રહી હતી.
“ઉનાળાનો વેકેશન પડ્યો છે તો મારા વેદ ને લઈને રોકાવવા માટે આવી છું અને એક તું છો મમ્મી કે વારંવાર બધીજ વાતે,દરેક કામે ટોકયા કર સમજાવ્યા કર ને નકરી સલાહજ આપ્યા કરે છો. મારે કઈ નથી સાંભળવું મને ટીવી જોવા દે શાંતિ થી..!”
કહેતા કવિતા ટીવી બન્ધ કરી રૂમ માંથી બહાર નીકળી ગઈ..
23 વર્ષની કવિતા એકની એક હતી.જેથી બહુજ લાડ કોડ થી ઉછરેલી. થોડી કામ કાજે આળસ કરતી. આવા સ્વભાવ ના લીધે તેની મમ્મી તેને વાતે વાતે સમજાવ્યા કરતી. પણ કવિતા તેની મમ્મી નું અપમાન કરતા ગુસ્સે ભરાઈ ને કહી દેતી..હવે હું એક છોકરા ની માં છું મને સલાહ ની જરૂર નથી. શાંતિથી કવિતાની મમ્મી સાંભળી લેતી..
ઘરની બહાર ઉભેલી કવિતા શેરી માં આવતા પાણીપુરી વાળાની લારી જોઈ ગઈ. “ઉભા રહેજો ભાઈ ” કહેતા કવિતા પાણીપુરી ની લારી પાસે ગઈ. અને બોલી.” ભાઈ એક ડીશ બનાવો..”
ત્યાંજ તેની પાછળ પાછળ કવિતાનો એક વર્ષનો બાબો વેદ આવ્યો. તે બોલી શકતો નહોતો. કવિતાએ પ્રેમથીજ તેના હાથમાં કોરી પુરી આપી દીધી. વેદે પુરીનો ઘા કર્યો અને કવિતાની કુર્તિ ખેંચવા લાગ્યો. કવિતાએ કહ્યું વેદ પુરી આપી તો કેમ ફેંકી દીધી આ લે બીજી બસ..એમ કહીને કવિતા પાણીપુરી વાળા ભાઈ સાથે વાત કરવા લાગી. વળી પાછું વેદે કવિતાની કુર્તિ ખેંચી..કવિતાએ નીચી નજર કરી અને વેદને રમાંડવાની કોશિશ કરી ત્યાંજ પાણીપુરીની ડીશ બની ગઈ.કવિતા ખાવા લાગી. વેદ પાછી કુર્તિ ખેંચી અને તેને ઘર તરફ હાથ લાંબા કરી ત્યાં જવા માટે ખેંચવા લાગ્યો. અને ઘરની અંદર જવાનું ઈશારો કરવા લાગ્યો. કવિતા વારંવાર તેને ભુલાવીને પલ્લું છોડાવીને પાણીપુરી ખાવા લાગતી હતી.પણ વેદ રડવા લાગ્યો વધારેને વધારે રડવા લાગ્યો.અને કવિતાને ઘર તરફ જવા ખેંચવા લાગ્યો. વેદ ને રડતા જોઈ કવિતાના મમ્મી બહાર નીકળ્યા ત્યાંજ કવિતા બોલી.” આ જોને ક્યારનો હેરાન કરે છે ખોટા લાડ કરે છે.કય કામ નથી તોય ઘરે અંદર જવા મને હેરાન કરે છે. તેને કામ કય નથી મને શાંતિથી પાણીપુરી ખાવા નથી દેવી મને બસ અંદર લય જવી છે..!!
કવિતાની મમ્મી એ વેદને તેડી લીધો.અને તે જ્યાં જવાનું કહેતો હતો ત્યાં તેડીને લઈ ગયા.ઘરની અંદર પછી તેને રસોડામાં પાણીના માટલા તરફ ઈશારો કર્યો. ત્યાંજ કવિતા આવી ગઈ.વેદ પાણી નો આખો ગ્લાસ પી ગયો.
કવિતા શરમાઈ ને તેની મમ્મી તરફ નીચી નજર કરી વેદને ચુંમવા લાગી…
લેખિકા..વૈશાલી. એલ.પરમાર