લગ્ન વાંચ્છુક પુરુષોને હંમેશા એ ચિંતા સતાવતી રહે છે કે તેમને કેવી પત્ની મળશે. જો કે દરેક યુવકની ઈચ્છા હોય છે કે તેને સુશિલ, સંસ્કારી અને ભણેલી પત્ની મળે. એક એવી પત્ની જે ખરા અર્થમાં તેની અર્ધાંગીની બને. એક એવી પત્ની જે દરેક સુખ -દુ:ખમાં તેની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી રહે. એક એવી પત્ની જે તેનાં મનની વાત સમજી શકે.
આપણાં શાસ્ત્રોમાં દરેક ઈચ્છા પ્રાપ્તિ માટે અગણિત મંત્રો અને ઉપચારો લખાયેલા છે. એવું નથી કે માત્ર સ્ત્રીઓ જ સારા પતિ મેળવવા માટે વ્રત, તપ, જપ કરતી હોય. યુવકો પણ સારી પત્ની મેળવવા માટે મંત્ર પ્રયોગ કરી શકે છે. ચંડીપાઠમાં શ્રી અર્ગ્લાસ્તોત્રમમાં આ માટેનાં શ્લોકનો ઉલ્લેખ કરાયેલો છે. જે આ પ્રમાણે છે.
પત્નીં મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્
તારિણીં દૂર્ગસંસાર-સાગરસ્ય કૂલોદભવામ
આ શ્લોકનો ઉચ્ચાર જો કોઈ યુવક રોજ સવારે કરે તો તેને અવશ્ય સુશિલ અને સુંદર અને સંસ્કારી પત્ની પ્રાપ્ત થાય છે.