અમદાવાદ : શિવ નાદર યુનિવર્સિટી (ભારતની અગ્રણી સંશોધન આધારિત, મલ્ટીડિસિપ્લીનરી યુનવર્સિટી) દ્વારા તેની ૨૦૧૯ની બેચ માટે તેના એમબીએમ પ્રોગ્રામમાં પ્રવેશપ્રક્રિયાના પ્રારંભની ઘોષણા કરાઈ છે. આ પ્રોગ્રામ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશીપ (એસઓએમઈ) દ્વારા જુલાઈ ૨૦૧૯થી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે ઓફર કરાયો છે. આ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટડીઝમાં બેચલર અને ડોક્ટરલ પ્રોગ્રામ પણ ઓફર કરે છે. અરજદારો ૧૫ માર્ચ, ૨૦૧૯થી www.snu.edu.in પર ઉપલબ્ધ ઓનલાઈન કોમન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. ડો. શુભ્રો સેન, ડિરેક્ટર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશિપ, શિવ નાદર યુનિવર્સિટી દ્વારા શહેરમાં આજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશીપના ડિરેક્ટર ડો. શુભ્રો સેને કહ્યું હતું, ‘અમારો એવો સતત પ્રયાસ રહે છે કે એવી તકો અને માર્ગો સર્જવા કે જેનાથી અમારા મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ મજબૂત થાય અને અમારા વિદ્યાર્થીઓને કટિંગ એજ અભ્યાસક્રમ અને વૈશ્વિક એક્સ્પોઝરનો લાભ મળે. અમારા તમામ પ્રોગ્રામ વ્યાપકપણે ટોપ રેન્ક્ડ ટિચિંગ ફેકલ્ટી દ્વારા તૈયાર થયા છે જેથી લર્નિંગ એક્સ્પિરિયન્સ વધે અને વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રી રેડી બની શકે.’
આ વર્ષે યુનિવર્સિટીએ ૨૦૧૯-૨૧ના ક્લાસ માટે એમબીએ સાથે બે નવા ઈનિશિયેટીવ રજૂ કર્યા છે જેમકે ગ્લોબલ ઈમર્સન પ્રોગ્રામ અને મેરિટ આધારિત સ્કોલરશીપ્સ
- ગ્લોબલ ઈમર્સન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને લંડનમાં વોરવિક યુનિવર્સિટી (૨૦૧૮માં ઈકોનોમિસ્ટ દ્વારા ટોચના ૨૦ એમબીએ પ્રોગ્રામમાં સામેલ) માં ત્રણ સપ્તાહ અભ્યાસ માટે તક આપશે અને તેઓ ઈન્ટરનેશનલ એક્સ્પોઝર મેળવી શકશે. જેમાં વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ ફેકલ્ટી પાસેથી શીખવાની ખાસ તક મળશે અને સાથે ગેસ્ટ સ્પીકર્સને સાંભળવાની તક મળશે તેમજ કલ્ચરલ એક્સ્પોઝર પણ પ્રાપ્ત થશે, જેનાથી વિદ્યાર્થીઓને આવતીકાલના ગ્લોબલ લીડર્સ તરીકે ઉભરી આવવામાં મદદ મળશે. આ યુનિવર્સિટી દ્વારા ટ્યુશન ફી અને બોર્ડિંગ ચાર્જીસ આ પ્રોગ્રામના ભાગરૂપે રૂ. ૨.૫ લાખની રકમની પ્રોગ્રામના ભાગરૂપે ટ્યુશન ફી અને બોર્ડિંગ ચાર્જિસ સ્પોન્સર કરશે.
- મેરિટ આધારિત સ્કોલરશીપ મેરિટ પ્રાપ્ત વિદ્યાર્થીઓને સહયોગ આપશે જેઓને અત્યંત સબસિડાઈઝ્ડ ફી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરળતાપ્રાપ્ત થશે. આ સ્કોલરશીપ્સમાં ૮૦ ટકા સુધી ટ્યુશન ફી આવરી લેવાશે.
પ્રતિષ્ઠિત એડવાઈઝરી બોર્ડ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશીપને માર્ગદર્શન આપે છે જેમાં શિવ નાદર યુનિવર્સિટી, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, હાસ સ્કૂલ ઓફ બિઝનેસ, યુ. સી. બર્કલે અને આઈઆઈએમ કોલકાતામાંથી અગ્રણી ફેકલ્ટીઝ સામેલ છે. આ યાદીમાં સામેલ છેઃ
૧. ડો. શ્રીકાંત દાતાર – અમેરિકન ઈકોનોમિસ્ટ છે જેઓ કોસ્ટ મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ કંટ્રોલ એરિયા પર લક્ષ આપે છે, હાલમાં તેઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના આર્થર લોસ ડિકિનસન પ્રોફેસર છે. તેઓ આઈસીએફ ઈન્ટરનેશનલ ઈન્ક. સ્ટ્રાઈકર કોર્પ અને ટી-મોબાઈલ યુએસ કે જે તમામ યુએસમાં છે તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સભ્ય છે.
૨. પ્રો. શેખર ચૌધરી – આઈઆઈએમ-સીના પૂર્વ ડિરેક્ટર અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેનોરશીપના ફાઉન્ડિંગ ડિરેક્ટર છે. પ્રો. ચૌધરી ઈન્ડસ્ટ્રી અને એકેડેમિયામાં ૪૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
૩. ડો. ઋષિકેશ ક્રિશન્ન – યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા (ફોલ ૨૦૦૮)ના સેન્ટર ફોર ધ એડવાન્સ્ડ સ્ટડી ઓફ ઈન્ડિયાના વિઝિટીંગ સ્કોલર છે અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (આઈએસબી), હૈદરાબાદ (૨૦૧૧-૧૨)ના પણ વિઝિટીંગ સ્કોલર છે. તેઓ ૨૦૦૭-૧૦ દરમિયાન આઈઆઈએમબીમાં એન્ટરપ્રેનોરશીપમાં જમુના રાઘવન ચેર તરીકે રહ્યા હતા.
૪. પ્રો. ગોવિંદરાજન એસ – જેઓ ૧૯૮૯થી ૨૦૦૫ દરમિયાન ઝેવિયર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, ભુવનેશ્વરમાં તેઓ પ્રેક્સિસ બિઝનેસ સ્કૂલમાં જોડાયા એ પહેલા ડીન તરીકે રહ્યા હતા. તેમનું ગ્રામીણ વિસ્તારોમાં રેવન્યુ કલેક્શનના મિકેનિઝમની ઈનોવેટિવ પદ્ધતિઓ પરના તેમની ટીમના કાર્યને ઈલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩માં સામેલ કરાયુ અને વર્લ્ડ બેન્ક સહિત અગ્રણી ડેવલપમેન્ટ બેન્કોએ તેની પ્રશંસા કરી હતી.
એમબીએ પ્રોગ્રામમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આઈટીસી, વોલ્ટાસ, કેપિટલ માઈન્ડ, રિયલટાઈમ ડેટા સર્વિસીઝ વગેરે જાણીતી સંસ્થાઓમાં કાર્યરત છે.