હાલમાં જ થેલેસીમીયા દિવસની ઉજવણી કરવામાં આવી. થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત સમયે લોહીને જરૂરિયાત પડે છે, તે માટે રક્તદાન શિબિર આયોજીત થતી રહે તે ખૂબ જ આવકારદાયક છે.
આવા જ થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે શહેરના શરણમ્ ગ્રુપ ટ્યુશન દ્વારા રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું. શરણમ્ ગ્રુપ દ્વારા નિયમિત રીતે રક્તદાન શિબિર આયોજીત કરવામાં આવે છે. હાલમાં જ ઉજવાયેલા થેલેસીમીયા દિવસની ઉજવણીના ભગરૂપે શરણમ્ ગ્રુપ દ્વારા ૧૩મી મેની રોજ ૧૦મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓ એ થેલેસીમીયા ગ્રેસ્ત બાળકોને મદદરૂપ થવા માટે રક્ત દાન કરી ૨૫ બ્લડ યુનિટ ડોનેટ કર્યા હતા.
આ વિશે શરણમ્ ગ્રુપ ટ્યુશનના શીતલ શાહે જણાવ્યું કે અમે નિયમિત રીતે રક્તદાન શિબિર આયોજીત કરી રહ્યાં છે. આ વખતે અમે ૧૦માં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. હું તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરું છું જેઓ સાચા અર્થમાં સુપર હિરો છે.