આ મધર્સ ડે વહેંચો #TasteOfMothersLove

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મધર્સ ડે આપણા સૌ માટે આપણી માતા પ્રત્યે આપણો પ્રેમ પ્રદર્શીત કરવાની તક આપે છે, પણ તેવા ઘણાં બાળકો છે જેઓને પોતાના જીવન દરમિયાન ક્યારેય સુંદર અને લાગણીસભર એવા માતાના પ્રેમનો અનુભવ થયો નથી. ભારતમાં ૨૦ મિલિયન બાળકો આ પ્રેમથી વંચિત છે.

મધર્સ ડે એફએમસીજી બ્રાંડ મધર્સ રેસીપી આ પહેલ માટે આગળ આવી છે, જે તમામ લોકોને તેમાં પણ ખાસ કરીને માતાઓને #TasteofMothersLove ને અનોખી રીતે વહેંચવા માટે આગ્રહ કરે છે. આ અભિયાન ટેસ્ટ ઓફ મધર્સ લવ એક વિચારધારા છે અને તેને આ વિશેષ બાળકો સાથે મધર્સ લવના મૂલ્યવાન લાગણીસભર વિચારો વહેંચવા માટે લોકોને પ્રોત્સાહિત કરવવાના હેતુ સાથે મધર્સ રેસિપી અને અને ટ્રિટોન કોમ્યુનિકેશન દ્વારા ચલાવવામાં આવ્યું છે.

વધુમાંવધુ લોકોને આ અભિયાન સાથે સાંકળવા માટે તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #TasteofMothersLove સાથે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. મધર્સ રેસિપી અભિયાન સાથે સંબંધિત દરેક કોમેન્ટ, શેર, ટ્વિટ તથા રિટ્વિટ્સની સાથે અનાથ આશ્રમના બાળકોના કલ્યાણ માટે અમૂક ચોક્કસ રકમનો ફાળો આપશે. વધુમાં, આ વર્ષે આ બ્રાંડ ૩૧ મે સુધી ઓનલાઇન વેચાણની આવકના ચોક્કસ ટકા દાન કરશે અને આર્થિક સહાય પુરી પાડશે. આ કેમ્પેઇન દ્વારા એકત્રિત આવકનો ઉપયોગ બાળકોની વિશેષ કાળજી રાખવા માટે  કાળજીપૂર્ણ વાતાવરણ, ઉત્તમ પોષણયુક્ત આહાર, કપડા, આશ્રયસ્થાન અને શિક્ષણ પાછળ કરવામાં આવશે.

Share This Article