પદ્માવત ના વિરોધમાં નીકળી કેન્ડલ રેલી અને એસ.જી હાઇવે સળગ્યો !!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એસ જી હાઇવે પર પદ્માવત મુવી ના વિરોધ માં રાજપૂત સમાજ દ્વારા ઇસ્કોન ચાર રસ્તા નજીક  કેન્ડલ રેલી કાઢવા માં આવી હતી જેને હિંસક રૂપ ધારણ કરતા તોડફોડ અને આગજની ના બનાવો બન્યા હતા.

આ બનાવો મુખ્યત્વે સિનેમાઘરો ની પાસે વધારે જોવા મળ્યા હતા. અમારા સંવાદદાતા ને રસ્તા માં લગભગ દસ જેટલા વાહનો ને આગ ચાંપી થઈ હોય તેવું જણાયું તથા એક્રોપોલીસ મોલ, હિમાલયા મોલ અને ઇસ્કોન મંદિર પાસે તોડફોડ થઇ હોવા ના પુરાવા જોવા મળ્યા છે.

0a5c368e 519d 45ef a505 21af6f15798a 1

આ ઘટના રાત્રી ના 9 વાગ્યા ની આજુ બાજુ ઘટી હોવાની જણાય છે. પોલીસ 9:30 આસ પાસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી અને વાતાવરણ કાબુ માં લેવા નો પ્રયત્ન કરી રહી છે.

Share This Article