અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા એક મહીનાથી બાળકીઓ પર દુષ્કર્મ થવાની ઘટનાઓ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહી છે ત્યારે સુરત અને સાબરકાંઠાના ઢુંઢર બાદ અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં વેજલપુરમાં એક બાળકી પર, શહેરકોડટામાં એક કિશોરી સાથે તથા દરિયાપુર વિસ્તારમાં એક બાળકી સાથે શારીરિક અડપલાં, દુષ્કર્મના પ્રયાસ અને જાતીય સતામણીની ઘટના નોંધાતા શહેર સહિત રાજયભરમાં જબરદસ્ત ખળભળાટમ મચી જવા પામ્યો છે. આમ અમદાવાદ સ્માર્ટ નહીં પણ રેપ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવી છબી સામે આવતાં સભ્યસમાજ પણ જાણે હવે ચિંતિત બન્યો છે.
સરકાર અને પોલીસ તંત્ર માટે તો આ શરમજનક ઘટનાઓ કહી શકાય અને તેથી હવે તંત્રએ આકરા હાથે કાર્યવાહી કરવી જ રહી અન્યથા આવનારા દિવસોમાં સમાજના લોકોએ માઠા અને અત્યંત ઘૃણાસ્પદ પરિણામો ભોગવવાનો વારો આવે તેવી Âસ્થતિ સર્જાઇ શકે તેમ છે. શહેરના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે ૮ વર્ષની બાળકી પાડોશીના ઘરે ખિસકોલીને રમડવા ગઇ હતી, ત્યારે તેનો ગેરલાભ લઈ નરાધમે બાળકીને પીંખી નાંખી હતી. આ સમગ્ર ઘટના સામે આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરહાન નૂરમહમ્મદ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં આરોપી પરત્વે ફિટકારની લાગણી વરસી રહી હતી.
આ જ પ્રકારે વેજલપુર બાદ દરિયાપુર વિસ્તારમાં સાત વર્ષની બાળકી સાથે અડપલાંની ઘટના સામે આવી હતી. કાલુપુર મસ્જિદ પાસે રિક્ષામાં રમતી બાળકી સાથે એક યુવક અડપલાં કરી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ જોઈ લીધો હતો. ત્યારબાદ લોકોએ ઝડપી લઈને દરિયાપુર પોલીસને સોંપ્યો હતો અને પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તો શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષીય કિશોરી સાથે બળાત્કારની ઘટના નોંધાઈ છે. નરોડા રોડ પર રહેતી આ કિશોરીને અજય રમેશ પટણી નામનો શખ્સ રાત્રે પીડિતાના પિતાના ફોનમાં ફોન કરી ઘર નીચે બોલાવી હતી. ત્યારબાદ પીડિતાએ તેની સાથે જવાની ના પાડતા આરોપીએ તેણીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે તેને એક્ટિવા પાછળ બેસાડીને વિજય મિલના ઔડાના મકાન પાછળ આવેલા મેદાનમાં લઈ ગયો હતો. ત્યારબાદ આ મેદાનમાં અજય પટણીએ કિશોરી પર દુષ્કર્મ કર્યું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, ઉપરોકત ત્રણેય ઘટનાઓને પગલે સ્માર્ટસીટી અમદાવાદને બદલે રેપસીટી અમદાવાદ તરીકેની છબી ઉપસી રહી હોવાની ગંભીર Âસ્થતિ સામે આવી છે.
ત્યારે હવે રાજય સરકાર અને પોલીસ તંત્ર માટે શરમજનક Âસ્થતિ બની રહી છે., અમદાવાદ સહિત ગુજરાતમાં સબ સલામત હોવાના દાવા કરતી સરકાર અને પોલીસ તંત્રના દાવાઓની ધÂજ્જયાં ઉડી રહી છે અને છતાં તંત્ર તેનો નિખાલસપણે સ્વીકાર કરી પોતાની ભૂલ અથવા તો, નિષ્ફળતા સુધારવાનો પ્રયાસ સુધ્ધાં નથી કરતું તે શરમજનક છે. થોડા સમય પહેલાં જ સરકારે વિધાનસભામાં ગૃહ વિભાગે આપેલા આંકડા મુજબ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં નોંધાયેલા બળાત્કારના ૪,૩૬૪ ગુનાઓમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૬૨૧ ગુના અને ત્યારબાદ સુરત શહેરમાં ૫૫૭ ગુના નોંધાયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ૭૧ જેટલી મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. આમ, હવે રાજય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતા અને ભારે અસરકારકતા સાથે આકરી કાર્યવાહી કરવી જ રહી, અન્યથા જનતાનો વિશ્વાસ તેમની પરથી ઉઠી જશે.