ઇન્ટરનેટનું નેટવર્ક જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે ઝડપ કરતા પણ સંબંધોની ઝડપ વધારે દેખાઇ રહી છે. નેટ ઉપર સંબંધોની સ્થાપિત થયા બાદ ખુબ ઝડપથી સેક્સ સંબંધો સ્થાપિત થાય છે. નેટ પરથી સંબંધ થયા બાદ જે ઝડપથી સેક્સ સંબંધો સ્થાપિત થયા છે તે ચોકાવનારા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ પર વિશ્વાસ કરવામાં આવે તો આ અહેવાલ વધુ હેરાન કરનાર છે. નેટવર્કિગ સાઇટ ઉપર બનેલા કપલ્સમાં ઝડપી ફ્રેન્ડશીપ અને ઝડપી સેક્સનો ક્રેઝ વધી રહ્યો છે. યંગસ્ટર્સની વચ્ચે સોશિયલ નેટવર્કની સાઇટ ખુબ જ લોકપ્રિય બની છે.
સોશિયલ નેટવર્કની સાઇટ ઉપર લવ સ્ટોરી પણ ખુબ ઝડપથી આગળ વધી છે. હકિકતમાં નેટ વર્કિગ સાઇટ પર સંબંધો વધારનાર અને મજાક મસ્તી કરનાર યુવા વર્ગ બીજા સામાન્ય કપલ્સની સરખામણીમાં સેક્સ સંબંધો સુધી વધુ ઝડપથી પહોંચી જાય છે. તેમની વચ્ચે સેક્સને લઇને વાતચીત, સેક્સુઅલ ટોક અને સ્કોપ રહેવાની સ્થિતિમાં સંબંધોની શરૂઆત ઘેરી તકે થાય છે. આવી પ્રવૃત્તિમાં રહેલા લોકો પોતે પણ આશ્ચર્યચકિત છે. થોડાક દિવસ પહેલા જ એક ફિટનેસ મેગેઝીન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, સોશિયલ નેટવર્કિગ સાઇટ મારફતે સંપર્કમાં આવનાર પાંચ યુવતિઓ પૈકીની ચાર અને પાંચ યુવકો પૈકી ત્રણ પોતાના ઓનલાઇન પાર્ટનરની સાથે ખુબ ઓછા સંબંધમાં સેક્સ સંબંધો સુધી પહોંચી શક્યા છે.
જ્યારે વાસ્તવિક લાઇફમાં મળનાર કપલ્સને આ હદ સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય છે. રિલેશનશીપ કાઉન્સીલર મનોરમા સિંઘલ આ સર્વેના પરિણામોને લઇને બિલકુલ હેરાન નથી. તેમનું કહેવુ છે કે રિયલ લાઇફ રિલેશનશીપની સરખામણીમાં વર્ચ્યુઅલ રિલેશનશીપમાં અંતર ઝડપથી ઘટે છે. હકિકતમાં સામસામે મળવાની સ્થિતિનો દપંત્તિઓમાં ઘણી બાબતો ઉપર ખચકાટની સ્થિતિ રહે છે. ઓપન થવામાં સમય લાગે છે. પાસપાસ રહેનાર લોકોનો ભય સતાવે છે. સ્વભાવિક રીતે સોશિયલ નેટવ‹કગ સાઇટ ઉપર સંબંધો ઝડપથી વધ્યા છે. મોટાભાગના આધુનિક સમયના લોકો આ બાબતને નિખાલસ પણે સ્વીકારે છે. સોશિયલ સાઇટ ઉપર ફ્રેન્ડ વચ્ચે રિલેશનશીપનો ટ્રેન્ડ વધ્યા છે. પરંતુ આ રીતે ગુન્હો પણ વધ્યા છે.