લેવાલીની વચ્ચે સેંસેક્સમાં ૩૩૨ પોઇન્ટનો ઉલ્લેખનીય સુધાર થયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ :   શેરબજારમાં આજે કારોબારના બીજા દિવસે રિકવરી વચ્ચે તેજી જાવા મળી હતી. એશિયન બજારમાં રિકવરી, તેલ કિંમતોમાં ઘટાડો અને એનર્જી અને બેંકિંગ શેરમાં જારદાર લેવાલી વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૩૨ પોઇન્ટ ઉછળીને ૩૫૧૪૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૩ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. સનફાર્માના શેરમાં પણ ઘટાડો જાવા મળ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. વ્યÂક્તગત શેરોની વાત કરવામાં આવે તો રેડિકો ખેતાનના શેરમાં આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો.

ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે. અલ્હાબાદ બેંકના શેરમાં આજે ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. બેડલોન માટે ઉંચી જાગવાઈના પરિણામ સ્વરુપે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નુકસાનનો આંકડો વધી ગયા બાદ તેના શેરમાં ઘટાડો થયો હતો. બેંચમાર્ક બ્રેન્ટ ક્રુડની કિંમત ઘટીને નીચી સપાટીએ પહોંચી છે તે ૭૦ ડોલરથી પણ નીચે પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી તેમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેની કિંમત હવે ૬૯.૭૦ ડોલર ઉપર રહી છે.

સીપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલે બુધવારના દિવસે ઓક્ટોબર હમિના માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ ગઇકાલે સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે.

સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્‌ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાત રહ્યો છે. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી.શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે કારોબારની શરૂઆત થયા બાદ પ્રથમ દિવસે જ નિરાશાજનક માહોલ રહ્યો હતો. સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને ૩૪૮૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૦૩ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૧૦૪૮૨ નોંધાઈ હતી. શેરબજારમાં ઉપયોગી આંકડાને લઇને હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

 

 

 

Share This Article