બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને બંધ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન રૂપિયો ડોલર સામે ૭૨થી પણ નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોકર નિફ્ટીમાં ૧૫૧ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૧૪૩૮ રહી હતી.

બ્રોકર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. આરઆઈએલના શેરમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ૭૨થી પણ નીચે પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયામાં કડાકાનો દોર અવિરતપણે જારી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં અંધાધૂંધી જારી રહી છે.

ચીની શેરબજારમાં અફડાતફડીનો દોર રહ્યો છે. સંભાવના એસએસઈ કમ્પોઝિટમાં ૧.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. હોંગકોંગના હેંગસેંગમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બજારની દિશા નક્કી કરવામાં જે પરિબળોની અસર થનાર છે તેમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ટ્રેડવોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જાવા મળી રહી છે. મોટા પરિબળોના લીધે બજારમાં ઉદાસીન માહોલ છવાયેલો છે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે.

ઓગસ્ટ મહિના માટે ભારતના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રિટેલ ફુગાવા અથવા તો સીપીઆઈના આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ચીજવસ્તુઓ અને સર્વિસની કિંમતમાં ફેરફાર સીપીઆઈ ફુગાવાના આંકડામાં જાવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ આંકડા ઉપર આધારિત રહીને ઓક્ટોબર મહિનામાં તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરશે. સાથે સાથે તેમાં રેપોરેટમાં કોઇ ફેરફાર કરવા જાઇએ કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. રિટેલ ફુગાવો જુલાઈ મહિનામાં નવ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૪.૫૨ ટકા ઘટીને જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા થઇ ગયો હતો. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૨.૯૧ ટકાથી ઘટીને ૧.૩૭ ટકા સુધી થઇ ગયો છે.

આવી જ રીતે ઓગસ્ટ મહિના માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જુન મહિનામાં આ ફુગાવો ૫.૭૭ ટકા હતો જ્યારે જુલાઈ મહિનામાં તે ૫.૦૯ ટકા હતો. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેના ડેટા જે જુલાઈ મહિના માટેના છે તે બુધવારના દિવસે જારી કરાશે. જૂન મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં કન્ઝ્યુમર પ્રાઇઝ ફુગાવાના ડેટા આવતીકાલે જારી કરવામાં આવનાર છે જ્યારે દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા શુક્રવારે જારી થશે. યુએસ કોર સીપીઆઈ ડેટા અને ઓગસ્ટના સેલ્સ ડેટાના આંકડા ગુરુવાર અને શુક્રવારના દિવસે જારી કરાશે.

TAGGED:
Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/484f160fc4a1815ee048bb92fbf2df5a.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151