અમદવાદઃ 12 ઓગસ્ટ, રવિવારના રોજ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે એઇજી દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 1500થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં 350થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો એ કાર્યક્રમની થીમ “પાર્કિંગ સમસ્યા અને સમાધાન” પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ યોજાયા હતાં.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 1500 વિદ્યાર્થીઓને ટ્રાફિક અને પાર્કિંગ સેન્સ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને જણાવ્યું હતું કે, આજે જ્યારે શિક્ષણ સમાજના ચાર પાયાના સ્થંભ બાળક, પાલક, શિક્ષક અને સંચાલક ને ભેગા કરવાના આ મહાયજ્ઞ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપને બિરદાવુ છું, ટ્રાફિકના નિયમો પાલન કરવા અને વ્યવસ્થિત પાર્કિંગ કરવું એ આપણા બધાંની સહિયારી જવાબદારી છે. લાયસન્સ વિના બાળકને વાહન ચલાવવા ન આપવું જોઈએ અને ટુ વહીલર પર આપણી સેફટી માટે હેલ્મેટ પહેરવી જોઈએ, હક અને ફરજ બંને સિક્કાની બે બાજુ છે માટે કાયદો હંમેશા નાગરિકોની સલામતી માટેજ હોય છે અનેં દરેક એને સન્માન આપવું જરૂરું છે
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ સુહાગ પંચાલે જણાવ્યું હતું કે, એઇજી સાથે 1 લાખ થી વધુ વિધાર્થીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે અમે અમારી સંસ્થા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેશે.
પ્રશ્નોતરી દરમિયાન વિધાર્થીઓએ તજજ્ઞોને ઘણા મહત્વના પ્રશ્ન પૂછ્યા હતા કે જેમાં સૌથી અઘરો પ્રશ્ન પૂછ્યો હતો કે પોલીસ સ્ટેશન બહાર જો સ્ટેશનમાં આવનાર મુલાકાતીએ ખોટી રીતે પાર્કિંગ કર્યું હોય તો નિયમ મુજબ પોલીસ અધિકારી સામે પગલાં લેવાય કે નહીં? જવાબમાં બાળકોને કહેવામાં આવ્યું હતું કે દેશમાં કાયદો દરેક ને માટે સરખો જ છે અને દરેક કાયદાને સન્માન આપવું જ રહ્યું.
આ પ્રસંગે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રકાશિત એજ્યુકેશન ડિરેક્ટરી કમ એક્સલુઝીવ ડાયરીનું વિમોચન કવરવામાં આવ્યું હતું