મહિલા સશક્તિકરણ માટેનો સંસ્થાકીય ધ્યેય બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ- 2022ને 8મી માર્ચે 1000 કલાકે બીએસએફ વાઈવ્ઝ વેલફેર એસોસિયેશન (બીડબ્લ્યુડબ્લ્યુએ)નાં પ્રેસિડેન્ટ શ્રીમતી નુપૂર સિંહ દ્વારા નવી દિલ્હીના ઈન્ડિયા ગેટથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી. બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 મહિલાઓની સિદ્ધિની ઉજવણી કરે છે અને તેનું લક્ષ્ય મહિલાઓની હકારાત્મક દ્રષ્ટિગોચરતા લાવવાનું છે, જેથી દેશભરમાં યુવતીઓ અને મહિલાઓને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવા મુખ્ય ભૂમિકા ભજવવા અને બીએસએફના રેન્ક્સમાં જોડાવા માટે આગળ આવવા પ્રોત્સાહન આપવામાં આવે છે.
રોયલ એનફિલ્ડ સાથે સહયોગમાં આયોજિત ઈન્સ્પેક્ટર હિમાંશુ સિરોહીની આગેવાનીમાં બીએસએફ સીમા ભવાની ઓલ- વુમન ડેરડેવિલ મોટરસાઈકલ ટીમની 36 સભ્યો રાષ્ટ્રભરમાં મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવતાં કન્યાકુમારીથી અને ચેન્નાઈ સુધી મુખ્ય શહેરો થકી મુશ્કેલ 5280 કિમીનો પ્રવાસ કરશે. આ અવસરે મુખ્ય અતિથિએ દેશના વિકાસમાં મહિલાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા આલેખિત કરી હતી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં બળોના પ્રયાસોની સરાહના કરી હતી.
આ અવસરે રોયલ એનફિલ્ડના ચીફ બ્રાન્ડ ઓફિસર મોહિત ધરજાયલે જણાવ્યું હતું કે સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 રાષ્ટ્રનાં સલામતી બળોને સેવાના રોયલ એનફિલ્ડની અજોડ નોંધમાં મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. તેમણે સર્વ મહિલાઓની સીમા ભવાની ટીમ દ્વારા આગેવાની માટે ભરપૂર ગૌરવની લાગદણી વ્યક્ત કરી હતી, જેના થકી તાજેતરના ભૂતકાળમાં સાહસ અને કુશળતાના તેમના અતુલનીય પ્રદર્શન સાથે લાખ્ખો લોકોને પ્રેરણા આપી છે અને આ અતુલનીય પ્રવાસમાં વધુ મહિલાઓને પ્રોત્સાહિત કરવાની અપેક્ષા છે. તેમણે ટીમને આગામી 20 દિવસના ક્રમમાં તેમની સામે રહેલા આ સાહસ પાર કરવા માટે શુભેચ્છા આપી હતી.
નામાંકિત મહિલા ઓલિમ્પિયન્સ, સ્પોર્ટસવુમન, દ્રોણાચાર્ય અને અર્જુન એવોર્ડ વિજેતાઓ લીલી ઝંડી આપવાના સમારંભ દરમિયાન સન્માનનીય અતિથિ તરીકે હાજર રહી હતી, જેમનું મુખ્ય અતિથિ બીડબ્લ્યુડબ્લ્યુએનાં પ્રમુખ શ્રીમતી નુપૂર સિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ નીચે મુજબ છેઃ
- પ્રીતમ રાની સિવચ, ભારતીય મહિલા હોકી ટીમની ભૂતપૂર્વ કેપ્ટન, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને અર્જુન એવોર્ડ વિજેતા.
- રોઝલિડ એલ રાલ્તે, આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી.
- યેન્ડાલા સૌંદર્ય, આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી
- પ્રણતી નાયક, ઓલિમ્પિક જિમ્નેસ્ટ
- સીમા પુનિયા એન્ટિલ, ઓલિમ્પિક ડિસ્કસ થ્રોઅર
- સૂચિકા તારિયાલ હૂડા, આંતરરાષ્ટ્રીય જુડો ખેલાડી અને મેડલિસ્ટ, એસએએફ ગેમ્સ.
બીએસએફ સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન એમ્પાવરમેન્ટ રાઈડ 2022 દેશભરમાં પ્રવાસ કરશે, જેમાં તે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી આરંભ સાથે પંજાબમાં વાગાહ અટ્ટારી બોર્ડર, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ઐતિહાસિક સ્થળોને આવરી લેશે, જે પછી ચેન્નાઈ, તામિલનાડુમાં રોયલ એનફિલ્ડના ઈન્ડિયા ટેક્નિકલ સેન્ટર ખાતે પૂર્ણાહુતિ થશે. રોયલ એનફિલ્ડની સંપૂર્ણ નવી ક્લાસિક 350 દેશભરમાં આ પ્રવાસ દરમિયાન બહાદુર સીમા ભવાની રાઈડરોની સાથી રહેશે. મોટરસાઈકલ આધુનિક આકાંક્ષાઓને પહોંચી વળતી અને પરાપૂર્વથી સશસ્ત્ર બળોની વિશ્વસનીય સાથી સમકાલીન ક્લાસિક મોટરસાઈકલો નિર્માણ કરવાના કંપનીના સમૃદ્ધ વારસાથી પ્રેરિત છે. આ એક્સપીડિશન ચંડીગઢ, અમૃતસર, અટ્ટારી, બિકાનેર, જયપુર, ઉદયપુર, ગાંધીનગર, કેવડિયા, નાશિક, સોલાપુર, હૈદરાબાદ, અનંતાપુર, બેન્ગલોર અને કન્યાકુમારીથી પસાર થઈને 28મી માર્ચ, 2022ના રોજ ચેન્નાઈમાં તેના આખરી સ્થળે પહોંચશે.
ટીમ શાળાના બાળકો, એનસીસી સ્વયંસેવકો અને યુવાનો, વિવિધ રાઈડિંગ સમુદાયો અને દર્શકો સાતે પૂર્વગ્રહ, જૂની ઘરેડ અને ભેદભાવથી આઝાદી પર ભાર આપીને મહિલાઓની ક્ષમતાઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને સંવેદનશીલ બનાવવા માટે ચર્ચાનું આદાનપ્રદાન પણ કરશે.