મુંબઈ : સુરક્ષા એજન્સીઓએ આજે ગુરુવારના દિવસે ભારતીય રિઝર્વ બેંકના હેડક્વાર્ટર્સમાં સુરક્ષા પાસાઓની ચકાસણી માટે મોકડ્રિલનું આયોજન કર્યું તું. આ અભ્યાસમાં હેલીકોપ્ટરને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર ઇમારતની ઉપર ઉંડાણ ભરતા નજરે પડ્યા હતા. માર્ગો પરથી બનાવવામાં આવેલા વિડિયોમાં એક હેલિકોપ્ટર આરબીઆઈની છતની નજીક આવતા દર્શાવવામાં આવ્યું હતું. કેટલાક સુરક્ષા કર્મી તેના પરથી નીચે ઉતરતા નજરે પડ્યા હતા.
સુરક્ષા સંસ્થાઓએ કહ્યું હતું કે, એજન્સીએ ઇમારતમાં એક સંકુલ કેટલાક લોકોને બાનમાં પકડી રાખવામાં આવ્યા હોવાની સ્થિતિ પણ સર્જી હતી. આ પ્રકારની સ્થિતિને દૂર કરવા માટે અભ્યાસ પણ હાથ ધરીને સુરક્ષા ચકાસવામાં આવી હતી. અહીં બાનમાં લેવાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પણ મોકડ્રિલ યોજાઈ હતી. સુરક્ષા અભ્યાસના એક હિસ્સા તરીકે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનમાં અનેક તપાસ સંસ્થાઓ સામેલ થઇ હતી. આની તૈયારી છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકમાં નિયમિતરીતે અનેક પ્રકારની સુરક્ષા અને ફાયર ડ્રિલ થાય છે.