યૂક્રેન-રશિયા યુદ્ધના કારણે દુનિયામાં ઉર્જા સંકટ વધી ગયું છે. આ દરમિયાન ક્રૂડ્ને લઇને સાઉદી અરબ તરફથી એવું નિવેદન આવ્યું છે, જેનાથી દુનિયાના ધબકારા વધી ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલ ૧૧૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તેના પરથી સાઉદી અરબના વિદેશ મંત્રીનું નિવેદન ક્રૂડ ઓઇલના ભાવને હવા આપી શકે છે.
જે ભારતની મુશ્કેલી વધારવાનું કામ કરશે. સાઉદી આરબના વિદેશ મંત્રી પ્રિંસ ફૈસલ બિન ફરહાને કહ્યું કે ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો પર લગામ લગાવવા માટે હાલમાં તે કોઇ પ્રયાસ કરી રહ્યા નથી. ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં તેમણે કહ્યું કે હાલમાં ક્રૂડ ઓઇલની કોઇ અછત નથી અને સાઉદી અરબને ઉપલબ્ધતા વધારવા માટે અમે જે કરી શકતા હતા તે કરી ચૂક્યા છીએ. ઇન્ટરનેશનલ એનર્જીના અનુસાર સાઉદી અરબ દુનિયામાં ઓઇલનો સૌથી મોટો નિર્યાતક છે.
વધતી જતી કિંમતો પર લગામ કસવા માટે માર્ચમાં આઇઇએએ ૧૦ પોઇન્ટ પ્લાન તૈયાર કર્યા હતા જેથી સ્ટોકમાંથી વધુ ઓઇલ રિલીઝ કરી શકાય. રશિયા દુનિયામાં તેલનો સૌથી મોટા ઉત્પાદકોમાં સામેલ છે અને તેણે યૂક્રેન પર હુમલાના કારણે દુનિયામાં ઉર્જાનું સંકટ પેદા થયું છે. ક્રૂડ ઓઇલની કિંમતો ગત એક વર્ષમાં ૭૦ ટકા વધી છે અને રશિયા દ્રારા હુમલા શરૂ કર્યા બાદથી ઇં ૧૧૦ પ્રતિ બેરલથી ૨૦% વધી ગયા છે. પ્રિંસ ફૈસલે કહ્યું કે ‘અમરા અનુમાન મુજબ હલા ઓઇલની સપ્લાય સંતુલિત છે, તેમણે કહ્યું કે સાઉદી અરબ વધુ ઓઇલ આપૂર્તિ નહી કરે. આ બેરલને બજારમાં લાવતાં વધુ જટિલ છે.
ક્રૂડના ભાવ વધવાથી અમેરિકામાં મોંઘવારી વધી છે. જે એપ્રિલમાં ૮.૩% હતી. કાર્યકારી નિર્દેશકે પણ ચેતાવણી આપી છે કે ગરમીઓમાં વધારાથી વૈશ્વિક મંદી આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓને ૨૨ માર્હ્ક ૨૦૨૨ બાદથી ૧૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડ્યા છે. જાેકે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે પેટ્રોલ પર ૮ રૂપિયા તો ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે.
જેથી પેટ્રોલ ૯.૫૦ રૂપિયા સુધી તો ડીઝલ ૭ રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થયું છે. ૬ એપ્રિલ ૨૦૨૨ બાદથી સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યા નથી. જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે. માનવામાં આવે છે કે ઓઇલ કંપનીઓને પેટ્રોલ ડીઝલ વેચવા પર ભારે નુકસાનનો સામનો કરવો પડે છે.