અમદાવાદ : જૂનાગઢના સાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં ખુલ્લા ફરતા સિંહોએ આજે અચાનક પાર્કના જ ત્રણ કર્મચારીઓ પર અચાનક હુમલો કરી દેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. સિંહો દ્વારા કરાયેલા ખતરનાક હુમલામાં રજનીશ કેશવાળા નામના કર્મચારીનું મૃત્યુ નીપજયું હતુ, જયારે અન્ય બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને હોÂસ્પટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, દેવળીયા સફારી પાર્કમાં સિંહો દ્વારા હુમલા બાદ સુરક્ષા અને ચોકસાઇ વધારી દેવામાં આવી છે. એટલું જ નહી, સલામતી અને સુરક્ષાના પાસાને ધ્યાનમાં લઇ વનવિભાગ દ્વારા હુમલો કરનાર બંને સિંહો ગૌતમ અને ગૌરવને આજીવન પાંજરે પૂરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આ સિંહોને પાર્કમાં ખુલ્લા ફરતા જાઇ શકાશે નહી. પ્રવાસીઓ-સાહેલાણીઓ અને કર્મચારીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇ જીવનભર આ બંને હુમલાખોર સિંહોને પાંજરે પૂરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે દેવળીયા સફારી પાર્ક ખાતે મજૂર કર્મચારીઓ પાર્કમાં તેમની ફરજ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ગૌતમ અને ગૌરવ નામના પાર્કમાં હંમેશની જેમ ખુલ્લા મૂકાયેલા બંને સિંહોએ અચાનક આ કર્મચારીઓ પર હુમલો બોલી દીધો હતો. કર્મચારીઓ કંઇ સમજે તે પહેલાં તો બંને સિંહોએ ગણતરીની સેકન્ડોના હુમલામાં કર્મચારીઓને બહુ ગંભીર ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી નાંખ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ થનાર મજૂર કર્મચારી રજનીશ કેશવાલાનું કરૂણ મોત નીપજયુ હતું. સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે પોતાના સાથી કર્મચારી રજનીશને બચાવવાના પ્રયાસો કર્યાં હતા. જો કે સિંહે દિનેશ પર પણ હુમલો કર્યો હતો. જો કે દિનેશ સિંહના પંજામાંથી છટકવામાં સફળ રહ્યો હતો અને આ હુમલા અંગે વન વિભાગને જાણ કરી હતી. સિંહના હુમલામાં ઘાયલ થયેલાં દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રજનીશને સાવજ જંગલમાં ઘસડીને લઈ ગયો હતો. ત્યારે વન વિભાગે તેને શોધવાના ઘણાં પ્રયાસો કર્યાં હતા. રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટર પણ સિંહે હુમલો કર્યો હતો.
જો કે તેને સામાન્ય ઈજા જ થઈ હતી. ત્યારે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રજનીશ કેશવાળાનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ રજનીશ સાસણ ગામનો રહેવાસી હતો. જે છેલ્લાં ૧૦ માસથી જ ટ્રેકિંગમાં જાડાયો હતો. આ પહેલાં તે જિપ્સીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. જો કે આ હુમલો કેવી રીતે થયો તેની વિગત બહાર આવી નથી. કેમકે દેવળીયા સફારી પાર્ક એક રીતે ઝૂ છે જેમાં સિંહોને પાંજરામાં રાખવામાં આવે છે અને દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે તેમને ખુલ્લા છોડવામાં આવતા હોય છે. તે દરમ્યાન જ આ ઘટના બની હોવાનું મનાઇ રહ્યું છે. વનવિભાગના અધિકારીઓ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે.