પ્રેમને કેન્દ્રમાં રાખતાં ઝિંદગીના કલાકારો હુમાયુ સઈદ, હાનિયા આમિર અને સબીના ફારૂક આ વેલેન્ટાઈન્સ મહિનામાં પ્રેમ વિશે રસપ્રદ વાત કરે છે
રોમેન્ટિક ડ્રામા બિન રોયે, અબદુલ્લાપુર કા દેવદાસ, હમસફર, કાબલી પુલાઉ, ઈશ્કિયા અને ઘણું બધું આ મહિને ભારતીય ટીવી પર જોવા માટે સુસજ્જ થઈ જાઓ
ફેબ્રુઆરીની રોમેન્ટિક ખૂબીઓને મઢી લેતાં ઝિંદગી પ્રેમની ઉજવણીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે. તેની સીમાપાર વાર્તા માટે જાણીતી ઝિંદગીએ સંબંધના વિવિધ પરિમાણોને કુશળતાપૂર્વક શોધી કાઢ્યા છે, જે તેને સાર્વત્રિક પ્રેમની ભાષા દર્શાવવા માટે ઉત્તમ મંચ બનાવે છે. આ ફેબ્રુઆરીમાં ઝિંદગી હૃદયની નાજુકતા થકી મંત્રમુગ્ધ કરનારા પ્રવાસે લઈ જવાનું વચન આપે છે. ઉપરાંત ઝિંદગી અબદુલ્લાપુર કા દેવદાસ લાવી રહી છે, જેમાં બિલાલ અબ્બાસ, સારા ખાન અને રઝા તલીશ છે. 26મી ફેબ્રુઆરીથી તે પ્રસારિત થશે. શોમાં ખોટી ઓળખ અને અસલ પ્રેમની વાર્તામાં સામાન્ય કારણ શોધવાનો પ્રયાસ કરતા ત્રણ નાગરિકોની મજબૂત વાર્તા છે.
પ્રેમના આ રંગોમાં નાજુક પ્રેમથી સઘન પ્રેમ સુધી માનવી જોડાણમાં ભાવનાઓના આયામનો સમાવેશ થાય છે. ઝિંદગી હમસફર જેવી ક્લાસિક થકી આ ખૂબીઓ પર પ્રકાશ પાથરે છે, જેમાં સુપરસ્ટાર માહિરા ખાન અને ફવાદ ખાન, બિન રોયમાં હુમાયુ સઈદ અને માહિરા ખાન મુખ્ય ભૂમિકામાં છે. અબદુલ્લાપુર કા દેવદાસમાં બિલાલ અબ્બાસ અને સારા ખાન, ઈશ્કિયામાં હનિયા આમિર અને ધૂપ કી દીવારમાં મોમ મુવી ફેમ સજલ અલી અને આહાદ રઝા મીર છે. અજોડ ઉજવણીમાં પ્રતિભાશાળી કલાકારો પ્રેમના સાત તબક્કાની શોધમાં પ્રેમના તેમના રંગ ઉજાગર કરે છે, જેમાં દિલકશી (આકર્ષણ), ઉન્સ (જોડાણ), મહોબ્બત (પ્રેમ), અકિદત (ભરોસો), ઈબાદત (પ્રાર્થના), ઝુનૂન (ઘેલું) અને મૌત (અહમનું મોત)નો સમાવેશ થાય છે. આપણને મજબૂત અને વિવિધ ભાવનાઓ હેઠળ પસાર કરા છે, જે તેમની પ્રેમની સમજની વ્યાખ્યા કરે છે.
તો વહાલ અને પ્રેમના ઊંડાણમાં મંત્રમુગ્ધ પ્રવાસ કરવા તૈયાર રહો. અહીં વિવિધ શોના પાકિસ્તાની કલાકારો તેમના વિચારો જણાવે છે. પ્રેમની આ ઉજવણીમાં તેમનો અંગત સ્પર્શ વધુ વિશેષ બની જાય છે.” લોકપ્રિય અભિનેત્રી હનિયા આમિરે તેના કરિશ્મા અને ચાર્મથી સંપૂર્ણ ભારતનું ધ્યાન ખેંચ્યું છે. ઈશ્કિયામાં તેના રુમાયસા જેવા પાત્રની જેમ તે માને છે કે પ્રેમ ભાવનાઓનું મિશ્રણ છે, જે કસોટીઓ અને જીત થકી ગૂંથાયું છે. “મારે માટે પ્રેમ ભાવનાઓનો કેલિડોસ્કોપ છે- રંગીન, સતત બદલાતો અને સુંદર કોમ્પ્લેક્સ. તે સમજદારી, જોડાણ અને સમાન અવસર છે, જે જીવનને અસાધારણ બનાવે છે.” તે ઉમેરે છે, “આ પ્રવાસ સ્વખોજ અને વૃદ્ધિનો છે, જે સુંદર રીતે શોમાં પ્રદર્શિત ગૂંચનું પ્રતિબિંબ પાડે છે, જ્યાં પ્રેમ રોચક બળ છે, જે આપણને આકાર આપે છે અને પરિવર્તન લાવે છે. ” ઈશ્કિયા 22મી ફેબ્રુઆરીએ ઝિંદગી પરથી પ્રસારિત થશે.
નામાંકિત કલાકાર હુમાયુ સઈદ પાકિસ્તાનનો કિંગ ખાન તરીકે પણ ઓળખાય છે. તે બિન રોયેમાં તેનું પાત્ર ઈર્તઝા પ્રેમની ગૂંચને સુંદર રીતે પ્રદર્શિત કરીને તેની સાથે આવતા ઊંડાણ અને પડકારો પર ભાર આપે છે. તે ઉમેરે છે, “મારા માટે પ્રેમ મજબૂત બળ છે, જે આપણને બધાને જોડે છે. તે રોમાન્સની પાર જઈને પરિવાર અને મિત્રો સુધી વિસ્તરે છે. તે જોડાણ, એકધાર્યા પ્રયાસ અને કટિબદ્ધતાનો પ્રવાસ છે, જે જીવનની ઉજવણી સ્વખોજના અંગત પ્રવાસ પર મારી માર્ગદર્શક છે.”
તેરે બિન ફેમ સબીના ફારૂકને પણ ભારતીય દર્શકોએ ખૂબ પ્રતિસાદ આપ્યો છે. તે હવે તેના શો કાબલી પુલાઉ સાથે આવી રહી છે. તે બારબીનાની ભૂમિકામાં સર્વ મુશ્કેલીઓ સામે પ્રેમ અપનાવીને સંભાળ, સંવેદનશીલતા અને નક્કરતા દ્વારા અનોખા તરી આવતા પાત્રમાં પ્રાણ ફૂંકે છે. શો ભારત અને પાકિસ્તાનના દર્શકોને પણ ગમ્યો છે અને હવે 14મી ફેબ્રુઆરીથી ઝિંદગી પર આવી રહ્યો છે. પ્રેમ પર પ્રતિબિંબ પાડતાં તે સુંદર રીતે વ્યક્ત છે, “મારે માટે પ્રેમ સમાન અવસરનો નમ્ર ગણગણાટ છે અને સમજમાં મળી આવતી મૂક શક્તિ છે. તે જોડાણ અને નિર્બળતાનો પ્રવાસ છે, જ્યાં ભાવનાઓ સમાન અનુભવોની ખૂબીઓ નિર્માણ કરવા એકબીજામાં ગૂંથાય છે. પ્રેમ તેની ખૂબીમાં આપણા અસ્તિત્વના રેસાને ગૂંથે છે, જેને લઈ દરેક હૃદયના ધબકાર માનવી જોડાણની સુંદરતા સાથે સુમેળ સાધે છે. આ ભાવનાના પડઘા કાબલી પુલાવમાં બારબીનાના મારા પાત્રમાં પડે છે, જ્યાં સાંસ્કૃતિક મુશ્કેલીઓ વચ્ચે પ્રેમ ખીલે છે, જે સીમાપારના અસલ જોડાણ અને આપણા જીવનની ખૂબીઓને ઉજાગર કરે છે. “
સારા ખાન ટૂંક સમયમાં જ ભારતમાં ઘેલું લગાવવા માટે સુસજ્જ છે. તે બહુપ્રતિક્ષિત અબદુલ્લાપુર કા દેવદાસમાં ગુલબાનોની ભૂમિકા ભજવી રહી છે, જે 26મી ફેબ્રુઆરીથી પ્રસારિત થશે. આ પાત્ર સમૃદ્ધિ અને સન્માન લાવે છે. ગુલબાનો મનોહરતા અને પરીકથાનું સૌંદર્યની દ્યોતક છે. પ્રેમ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તે કહે છે, XXX”