અમદાવાદ: સાવન કૃપાલ રુહાની મિશનના પ્રમુખ અને માનવ એકતા સંમેલનના અધ્યક્ષ સંત રાજિન્દર સિંહજી મહારાજનો બે દિવસનો સત્સંગ કાર્યક્રમ અમદાવાદના અંધજન મંડળના નજીક જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં 23 અને 24 ઓક્ટોબર સુધી ચાલી રહેલ છે.
કાર્યક્રમની શરૂઆતમાં આદરણીય માતા રીટાજીએ ગુરુ રામદાસજી મહારાજની વાણીથી “વડે મેરે સાહિબા, વડી તેરી વડિઆઈ” શબ્દનું ગાયન કર્યું. એ ઉપરાંત સંત રાજિન્દર સિંહજી મહારાજે કહ્યું કે જેટલાં પણ ધર્મગ્રંથ છે એ આપણને સમજાવે છે કે આ દુનિયા માયાની દુનિયા છે કે જે દેખવામાં કાંઈક અલગ છે અને હકીકતમાં કાંઈક અલગ. અહીં જે કાંઈ પણ આપણને નજરમાં આવી રહ્યું છે એ બધું ખોટું છે. અહીં સત્ય પિતા-પરમેશ્વર છે અને આપણે સત્ય સાથે જોડાવાનું છે.
તેમણે આગળ સમજાવ્યું કે દરેક ધર્મના બે પાસાઓ છે. એક બહારનું પાસું કે જે દરેક ધર્મોના અલગ-અલગ છે, જેમ કે દરેક ધર્મના રીત-રિવાજ અલગ અલગ છે.બીજુ આંતરિક પાસું કે જે દરેક ધર્મનું એક જ છે.આને તમે ધ્યાન એકત્રીક કરવાનું કહો અથવા sitting in silence, prayer & meditation વગેરે. ધ્યાન- અભ્યાસની આ વિધિ શીખવા માટે આપણને કોઈ પૂર્ણ મહાપુરુષની જરૂરત હોય છે, જે આપણને નામ સાથે જોડી દે છે. જેનાથી આપણા મનુષ્ય જીવનનો ધ્યેય કે જે પોતાની જાતને ઓળખાવી તથા પિતા- પરમેશ્વરને મેળવવાનો છે, આજ જીવનમાં પૂર્ણ થઇ જાય છે. તેમના સત્સંગને સાંભળવા માટે ફક્ત અમદાવાદ માટે જ નહિ પરંતુ ભારતના વિભિન્ન રાજ્યોથી હજારોની સંખ્યામાં આવેલ લોકો સિવાય વિદેશી ભાઈ- બહેન પણ ઉપસ્થિત રહ્યા.
આગળના દિવસે 24 ઓક્ટોબરના બપોરે 2 કલાકે સંત રાજિન્દર સિંહજી મહારાજ ઉપસ્થિત જનસમૂહથી વ્યક્તિગત રૂપથી દર્શન આપશે અને સંધ્યાકાળ 6 કલાકે આધ્યાત્મિક સત્સંગ અને તે ઉપરાંત નામદાન( આધ્યાત્મિક દીક્ષા)નો કાર્યક્રમ પણ આ જ સ્થાન પર આયોજિત કરવામાં આવશે, જેમાં સંત રાજિન્દર સિંહજી મહારાજ જિજ્ઞાસુઓને પ્રભુની “જ્યોતિ” તથા “શ્રુતિ” નિજાનુભવ આપશે.
સંત રાજિન્દર સિંહજી મહારાજ ધ્યાન- અભ્યાસની એક સરળ વિધિ શીખવે છે, જેનો અભ્યાસ સ્ત્રી હોય કે પુરુષ, બીમાર હોય કે સ્વસ્થ, પછી તે ગમે તે ઉંમર કે જાતિ ના હોય, કરી શકે છે. ધ્યાન- અભ્યાસની આ વિધિ આ અગાઉ હજૂર બાબા સાવન સિંહજી મહારાજે શીખવી આ વિધિને ‘સુરત- શબ્દ યોગ’ તથા ‘આંતરિક જયોથી તથા શ્રુતિ નો માર્ગ” પણ કહેવામાં આવે છે.
સંત રાજિન્દર સિંહજી મહારાજ સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન- અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા તથા શાંતિનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે, જેના ફળસ્વરૂપ તેમના વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સમ્માનો સાથે પાંચ ડોક્ટરેટની પદવીથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.
સાવન કૃપાલ રુહાની મિશનના સમગ્ર વિશ્વમાં 2800થી વધુ કેન્દ્ર સથાપીત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થઇ ચૂકેલ છે. આનું મુખ્યાલય વિજયનગર, દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.