સભ્ય નોંધણી અભિયાનની મોદીએ કરાવેલી શરૂઆત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. વડાપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત વારાણસી પહોંચી ગયા હતા. શનિવારે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વારાણસી પહોંચી ગયા બાદ તેઓએ વિમાનીમથક પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૮ ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ મોડેથી બાજપ સભ્ય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ ગાળા દરમિયાન મોદીએ તમામ લોકોને સંબોધન કર્યુ હતુ. મોદીએ તેમના સંબોધનમાં જુદા જુદા વિષય અને બજેટને લઇને વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે તમામ જગ્યાએ હવે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રની ચર્ચા જાવા મળી રહી છે.

લાલ બહાદુર શાસ્ત્રીની ભવ્ય પ્રતિમાનુ મોદીએ અનાવરણ કર્યુ ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના અન્ય પ્રધાનો પણ હતા. વરિષ્ઠ અધિકારીઓ પણ એ વખતે ઉપસ્થિત રહ્યા હતા. સવારમાં શાસ્ત્રીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ ગાળા દરમિયાન તેમની સાથે પાર્ટીના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા અને યોગી આદિત્યનાથ પણ હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાન્ડે પણ સાથે હતા. મોદીએ શાસ્ત્રીની પ્રતિમાનુ અનાવરણ કર્યા બાદ હરહુઆ સ્થિત પ્રાથમિક સ્કુલમાં  કેમ્પસ માર્ગ પર એક છોડ લગાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.

આ અભિયાન હેઠળ એકલા ઉત્તરપ્રદેશમાં ૨૨ કરોડ છોડ લગાવવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીના સભ્ય નોંધણી અભિયાનનો દોર આજે દેશભરમાં હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી વારાણસીમાં પહોંચી ગયા હતા. જ્યારે કેન્દ્રિય પ્રધાન અમિત શાહ પણ કાર્યક્રમમાં અન્યત્ર સામેલ થયા હતા. ગુજરાતમાં પણ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી.મોદીએ તેમના સંબોધનના વિવિધ વિષય પર વાત કરી હતી.

Share This Article