સાબરમતી ફેસ્ટિવલમાં યોજાયો હેરીટેજ થીમ પર ફેશન શો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ હવે અનેક નવા કોન્સેપટ અને ફેસ્ટિવલ ની હારમાળા સર્જી અને એક વાઇબ્રન્ટ શહેર બનતું જાય છે. ફ્લાવર શો, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલ પછી સાબરમતી ફેસ્ટિવલ યોજવા માં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકાર ના પ્રોગ્રામ યોજાયા હતા.

સાબરમતી રીવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ સેન્ટર ખાતે  હેરીટેજ થીમ પર ફેશન શો યોજાયો. જેમાં મોડેલ્સે હેરીટેજ થીમનાં ડ્રેસ પહેરીને રેમ્પવોક કર્યું હતું.

આ ફેશન શો માં ભાગ લઇ રહેલી મોડેલ મહી એક અને એમટીવી ઇન્ડિયાસ નેક્સટ ટોપ મોડેલ ની વિજેતા રીયા સુબોધે જણાવ્યું કે તે ખૂબ જ એક્સાઈટેડ હતી આ શો માટે. તેને હેરીટેજ ડ્રેસ પહેરીને એક દમ રાજકુમારી વાળી ફીલીગ્સ આવતી  હતી.

Share This Article