નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીની સાથે સાથે નીચે મુજબ છે
- ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીને લઇને ધાર્મિક માહોલ
- આ વખતે છ સ્થળો ઉપર પા‹કગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી
- ગયા વર્ષે પાંચ લાખ કિલો ઘીનોનો અભિષેક કરવામાં આવ્યો હતો
- ગયા વર્ષે બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પલ્લી અને મંદિરમાં દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા
- ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાનું ભવ્ય મંદિર છે અને નવરાત્રિમાં આસોસુદ નૌમના દિવસે મોડી રાત્રે પલ્લે કાઢવામાં આવે છે
- સવારમાં પલ્લી માતાજીના મંદિરની સામે બનાવવામાં આવેલા પલ્લી મંદિરમાં પહોંચે છે
- નવરાત્રીના અંતિમ દિવસે રૂપાલમાં માતા વરદાયિની માતાજીની પલ્લી નિકળે છે
- હજારો લાખોની સંખ્યામાં ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે
- માત્ર અમદાવાદ અને ગુજરાતના શ્રદ્ધાળુઓ જ નહી બલ્કે અન્ય રાજ્યોના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે રૂપાલ પહોંચે છે
- મોડી રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જ ધાર્મિક વિધી અને શ્રદ્ધાળુઓના જારદાર ધસારા વચ્ચે પલ્લી કાઢવામાં આવે છે
- બુધવારના દિવસે સાંજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ પહોંચી ગયા હતા
- ગુરુવારે સાંજથી રૂપાલ તરફ દોરી જતા માર્ગો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા
- લોકોના અવિરત પ્રવાહથી રૂપાલનુ વાતાવરણ પાવન બની ગયુ હતુ
- જય વરદાયિની માતાના જય ઘોષ કરતા પગપાળા શ્રદ્ધાળુઓ માર્ગો પર જાવા મળી રહ્યા હતા
- કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. વાહનોની ચકાસણી પહેલાથી જ ઝડપી કરવામાં આવી હતી
- ફુડ વિભાગ દ્વારા સાવચેતી રૂપે ઘીના નમુના લેવામાં આવ્યા હતા
- પલ્લીની શરૂઆત ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો યજ્ઞ કુંડમાં કુદવાની પરંપરા બાદ થાય છે
- ગામના રસ્તા પર અભિષેક વેળા ઘીની નદીઓ વહેતી થઇ જાય છે