જયપુર એક્સપ્રેસ ટ્રેન (૧૨૯૫૬)ની મ્-૫ બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. જ્યા એક RPF કોન્સ્ટેબલે ૪ લોકો પર ફાયરિંગ કર્યુ હતુ અને ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, તેને મીરા રોડ બોરીવલી વચ્ચે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સોમવારે જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ થયુ હતુ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર આરપીએફ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં આરપીએફના એએસઆઈ સહિત ચાર લોકોના મોત થયા હતા. ટ્રેન પાલઘર સ્ટેશનથી થોડા અંતરે શરૂ થઈ હતી. સવારે ૫.૨૩ કલાકે વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે આરપીએફ કોન્સ્ટેબલે અચાનક ટ્રેનમાં ગોળીબાર કર્યો હતો. ત્યારે ગોળીબાર કરનાર અને આ ગોળીબારમાં મૃત્યુ પામનાર ૪ લોકો કોણ હતા?
જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ આરપીએફ કોન્સ્ટેબલ ચેતન તરીકે થઈ છે. ચેતન એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જો કે મીરા રોડ બોરીવલી પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, પાલઘર સ્ટેશન પાર કર્યા બાદ એક આરપીએફ કોન્સ્ટેબલે જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દેનાર ૪ લોકોમાં એક RPFના ASI છે તે સાથે અન્ય ત્રણ મુસાફરો આ ઘટનાનો ભોગ બન્યા છે જે બાદ કોન્સ્ટેબલ દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. જે બાદ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ ચેતન પોતાની ટ્રાન્સફરથી નારાજ હતો. તેની ગુજરાતથી મુંબઈ બદલી કરવામાં આવી હતી આથી તેનો પરિવાર ગુજરાતમાં હતો અને તેને મુંબઈ ટ્રાન્સફર કરાતા માનસીક રીતે પરેશાન હોવાનિા કારણે તેને ASI પર ફાયરિંગ કર્યુ હોવાની માહિતી મળી રહી છે. આરોપી ચેતનને ૩ વાગ્યે કોર્ટમાં રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંધેરી કોર્ટમાં તે હાજર થશે. અહેવાલો અનુસાર, કોન્સ્ટેબલ ચેતન રામે ટ્રેનમાં ASI ટીકારામને ગોળી માર્યા બાદ કેટલાક મુસાફરોને ગન પોઈન્ટ પર રાખ્યા હતા. અને આ પછી ૩ મુસાફરોને પણ ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના અંગે પશ્ચિમ રેલવેએ નિવેદન આપ્યું છે.
પોલીસના નિવેદન મુજબ, આજરોજ સવારે ૫.૨૩ કલાકે ટ્રેન નંબર ૧૨૯૫૬ જયપુર એસમાં માહિતી મળી કે મ્૫માં બુલેટ છે. જાણવા મળ્યું હતું કે એસ્કોર્ટ ડ્યુટીમાં સીટી ચેતને એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ગોળીબાર કર્યો હતો. ટ્રેન બોરીવલી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ છે અને આગોતરી માહિતી મુજબ, ASI ઉપરાંત ૩ નાગરિકોના મૃત્યુ પણ નોંધાયા છે. વરિષ્ઠ DSC BCT સાઇટ પર આવી રહ્યા છે. આ સૈનિક પકડાઈ ગયો છે. ડીસીપી નોર્થ જીઆરપીને જાણ કરવામાં આવી છે. વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે. બોરીવલી રેલ્વે સ્ટેશનથી, ચાર મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. હાલ તમામ મૃતદેહો બોરીવલી રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યા છે.