ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરનું વૈભવી આતિથ્ય સ્થળ ધ લીલા ગાંધીનગર 27 જૂન 2025 થી તેના સિગ્નેચર ઇન્ડિયન ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ, દિયા ખાતે “રોયલ મરાઠા ઇન્ડલજન્સ”નું આયોજન કરી રહ્યું છે. જ્યાં મરાઠા પ્રાંતની વૈભવી, સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાંધણ પરંપરાની ઉજવણી સાથે ઇમર્સિવ ડાઇનિંગ અનુભવ માંણવા મળશે.
આ રોયલ કલિનરી એક્સપિરિયન્સ ફૂડ હિસ્ટોરિયન અનિલ મુલચંદાની દ્વારા કો-ક્યુરેટ કરવામાં આવ્યો છે, જેમાં બુંદેલખંડ, માલવા, ગુજરાત, તંજાવુર અને મરાઠા રાજવંશના પ્રભાવ હેઠળના પ્રાંતની પરંપરાગત મરાઠા વાનગીઓનું દુર્લભ પ્રદર્શન દર્શાવવામાં આવશે.
આ કલિનરી એક્સપિરિયન્સને ગેસ્ટ શેફ શ્રીમતી સોનલ નાઈક નિમ્બાલકર માહુરકર દ્વારા કરવામાં આવશે, જે પશ્ચિમ મહારાષ્ટ્રના નાઈક નિમ્બાલકર રાજવંશના વંશજ છે. તે પેઢીઓથી બનાવવામાં આવતી અમૂલ્ય પારંપરિક વાનગીઓ રજૂ કરશે.
ધ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદે જણાવ્યું હતું કે, “અમે ‘રોયલ મરાઠા- ફ્લેવર્સ ઓફ વેલર’ને રજૂ કરતા રોમાંચિત છીએ, જે ભારતની સમૃદ્ધ રાંધણ વિવિધતા દર્શાવે છે. અમે મરાઠા વારસાને અમારા ક્યુરેટેડ મેનુ દ્વારા રજૂ કરીએ છીએ, જે તહેવાર અને ઉજવણી દરમિયાન શાહી ભોજન તરીકે પીરસવામાં આવતા ઉત્તમ સ્વાદથી લઈને ઉત્કૃષ્ટ સ્વાદિષ્ટ વાનગીઓને દર્શાવે છે. દિયા ખાતે આ ભોજન અમારા સમર્થકો અને મહેમાનો માટે ખરેખર શાહી વારસાનો અનુભવ પ્રદાન કરે છે.”
શ્રીમતી સોનલ નાઈક નિમ્બાલકર માહુરકર વાડી રસો, સરદારી મસૂર પુઆલો, ખાવચી ખરી અને પુરણપોળી સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસશે. રોયલ મરાઠા ઇન્ડલજન્સ અમારા મહેમાનોને ભારતની સમૃદ્ધ ધરોહરની વાનગીઓનો સ્વાદ માણવા મળશે, જ્યાં ભોજનનું સન્માન ફક્ત પોષણ માટે જ નહીં પરંતુ લોકોને આનંદ અને ઉત્સવોમાં એકસાથે લાવવા માટે કરવામાં આવતું હતું.