એકધાર્યું નિર્માણ કરતી સૌથી પ્રાચીન બ્રાન્ડ રોયલ એનફિલ્ડે ભારતમાં બે નવા રંગોમાં ક્લાસિક સિગ્નલ્સ 350 મોટરસાઈકલ્સ લોન્ચ કરી છે. ભારતીય સશસ્ત્ર દળો (1952) સાથે રોયલ એનફિલ્ડનાં 65 વર્ષના સહયોગને સલામતી તરીકે સંકલ્પના કરવામાં આવેલી ક્લાસિક સિગ્નલ્સ 350 સેવામાં રહેલી અને સ્ત્રીઓ તેમ જ પુરુષો પણ સવારી કરે તે એનફિલ્ડ્સ દ્વારા પ્રેરિત છે. રોયલ એનફિલ્ડની 350 સીસી સેગમેન્ટમાં ઓફરનું વિસ્તરણ કરતાં અને લશ્કરી વારસા પર નિર્માણ કરતાં ક્લાસિક સિગ્નલ્સ 350 બે રંગો એરબોર્ન બ્લુ અને સ્ટોર્મરાઈડર સ્ટેન્ડમાં મળશે. આ નવી મોટરસાઈકલો ગિયર અને લગભગ 40 મોટરસાઈકલ એસેસરીઝના સમર્પિત કલેકશનમાં મળશે, જેમાં પેનિયર્સ અને સ્ટીલ એન્જિન ગાર્ડસનો સમાવેશ થાય છે.
ક્લાસિક સિગ્નલ્સ 350 મોટરસાઈકલ્સ લોન્ચ કરતાં રોયલ એનફિલ્ડના પ્રેસિડેન્ટ રુદ્રતેજ (રૂડી) સિંગે જણાવ્યું હતું કે મેડ લાઈક અ ગન એ અમારું સૂત્ર અમે રોયલ એનફિલ્ડમાં મેળવ્યું છે, કારણ કે અમે સ્થિતિસ્થાપક, વિશ્વસનીય અને સદાબહાર એવી મોટરસાઈકલોના નિર્માણનો ઈતિહાસ ધરાવીએ છીએ. અમે 1950ના પૂર્વાર્ધથી ભારતીય લશ્કરી દળો સાથે સંકળાયેલા છીએ અને આજ સુધી સશસ્ત્ર દળો માટે મોટરસાઈકલોની સૌથી વિશાળ પુરવઠાકાર બની રહ્યા છીએ. આ જોડાણથી પ્રેરિત અમને ક્લાસિક સિગ્નલ્સ 350 એરબોર્ન બ્લુ અને સ્ટોર્મરાઈડર સેન્ડ લાવવામાં ખુશી થઈ રહી છે, જે બે મોટરસાઈકલો આપણા આકાશ અને આપણી ધરતીનું રક્ષણ કરતાં સ્ત્રીઓ અને પુરુષો સાથે ભાગીદારી કરવાનું અમારા ગૌરવને આલેખિત કરે છે.
બે નવી કલર સ્કીમ્સમાં ક્લાસિક સિગ્નલ્સની એરબોર્ન બ્લુ અને સ્ટોર્મરાઈડર સેન્ડની પ્રેરણા ભારતીય સશસ્ત્ર દળનાં પ્રતિષ્ઠિત એકમો પરથી લેવાઈ છે. આ મોટરસાઈકલોમાં ટેન્ક પર અજોડ સ્ટેન્સિલ્ડ નંબર છે, જે ઉત્પાદન નંબર આલેખિત કરે છે. દરેક મોટરસાઈકલ અજોડ નંબર ધરાવે છે, જે તેને વિશિષ્ટ અને અનોખી મોટરસાઈકલ બનાવે છે. ક્લાસિક સિગ્નલ્સ 350 એન્જિન, સાઈલેન્સર અને વ્હીલ્સ તથા ડાર્ક ટેન સીટ પર તેની બ્લેક્ડ આઉટ સ્કીમ દ્વારા પૂરક હોઈ અનોખી તરી આવે છે.
ક્લાસિક સિગ્નલ્સ 350 સાથે રોયલ એનફિલ્ડે તેના ગ્રાહકો માટે ડ્યુઅલ ચેનલ એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) રજૂ કરી છે. ડ્યુઅલ ચેનલ એબીએસ બ્રેક્સ અચાનક લગાવવા પર વ્હીલ લોકિંગ નિવારવામાં મદદરૂપ થાય છે, જે રાઈડરોને ઉત્તમ બ્રેકિંગ કાર્યક્ષમતા આપે છે.
ક્લાસિક સિગ્નલ્સ 350 મોટરસાઈકલ્સની કિંમત જાહેર કરતાં રોયલ એનફિલ્ડના ઈન્ડિયા બિઝનેસના હેડ શાજી કોશીએ જણાવ્યું હતું કે ક્લાસિક સિગ્નલ્સ 350 ભારતના બધા સ્ટોર્સમાં 28મી ઓગસ્ટથી બુકિંગ્સ માટે ઉપલબ્ધ બનશે. મોટરસાઈકલની રિટેઈલ કિંમત રૂ.161728(ચેન્નાઈમાં એક્સ- શોરૂમ કિંમત)રખાઈ છે. અમારા ગ્રાહકો અસલ મોટરસાઈકલ એસેસરીઝના કલેકશનમાંથી પણ પસંદગી કરી શકશે, જે 2 વર્ષની વોરન્ટી સાથે આવે છે.
ગિયરોની શ્રેણીમાં ટી- શર્ટસ, કેપ્સ, લેપલ પિન્સ, બેગ્સ અને હેલ્મેટ્સ પ્રતિષ્ઠિત મોટરસાઈકલના વારસાથી પ્રેરિત હોઈ પણ પણ ઉપલબ્ધ છે. તેમાં 40થી વધુ અસલ મોટરસાઈકલ એસેસરીઝ રહેશે. આ સાથે લશ્કરી સ્પર્શ અને બહેતર કામગીરી અને રાઈડરો માટે પર્સનલાઈઝેશનનો અનુભવ આપશે. આમાં હેવી- ડ્યુટી વોટર રેઝિસ્ટન્ટ મિલિટરી પેનિયર્સ, ટકાઉ સ્ટીલ એન્જિન ગાર્ડસની વ્યાપક શ્રેણી, વધુ આરામ માટે 3ડી મેશ ટેકનોલોજી સાથે ટુરિંગ સીટ્સ, હવાથી વધુ રક્ષણ માટે વિંડશિલ્ડ કિડ, ટકાઉ અને ઘસારા પ્રતિરોધક સોલો રિયર રેક્સ અને કાસ્ટ એલ્યુમિનિયમ વ્હીલ્સ વગેરેની પસંદગીઓ છે.