અમદાવાદઃ સમગ્ર દેશમાં 72માં સ્વાતંત્રતા દિવસની આન-બાન-સાન સાથે ઉજવણી કરવામાં આવી. અનેક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરી પોતાની દેશ પ્રત્યેની લાગણી, ભાવના અને જુસ્સાને રજૂ કરવામાં આવ્યો હતો.
શહેરની જાણીતી રોયલ બેરલ્સ બુલેટ્સ ક્લબ દ્વારા પણ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી 15મી ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે આશ્રમ રોડ સ્થિત વલ્લભ સદન ખાતેથી નીકળી શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાંથી પસાર થઇ બોપલ ખાતે પૂર્ણ થઇ હતી. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરી 65 બુલેટ્સ પર આશરે બાળકો અને મહિલાઓ સહિત 100થી વધુ લોકો જોડાયા હતા. ક્લબ દ્વારા રેલીના આયોજનનો હેતુ લોકોમાં ભાઇચારા અને એક્તાની ભાવના વિકસિત કરવાનો હતો.
આ રેલી વિશે વધુ જણાવતા ક્લબના કોર ટીમના સભ્ય નિરવ મિસ્ત્રીએ જણાવ્યું કે, “ક્લબ દ્વારા આયોજીત થતી તમામ રેલી સમાજમાં જાગૃતિ ફેલાય તેવા સંદેશ સાથે સંકળાયેલી હોય છે. આ 72માં સ્વાતંત્રતા દિવસના પ્રસંગે ક્લબ દ્વારા આયોજીત કરાયેલી રેલીનો સંદેશ પણ ભાઇચારા અને એક્તાનો હતો. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી રેલી સ્વરૂપે નીકળેલી બાઇક સવારીઓએ શહેરના પૂર્વ અવે પશ્ચિમ વિસ્તારોમાંથી પસાર થઇ લોકો સુધી એક્તા અને ભાઇચારાના સંદેશને પહોંચાડ્યો હતો. અમે આ પ્રકારની રેલું આયોજન છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છીએ અને વર્ષમાં 2 વાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ બાઇક રેલીનું આયોજન કરતા હોઇએ છીએ.”
72માં સ્વાતંત્રતા દિવસ દ્વારા 72માં સ્વતંત્રતા દિવસ આયોજીત રેલીમાં આશરે 100થી વધુ લોકો જોડાયા હતા અને આન-બાન-સાથે સ્વાતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી હતી. એક જ ડ્રેસ કોડમાં નીકળેલી આ ભવ્ય બાઇક રેલી વંદે માતરમ્ અને જય હિંદના નારા સાથે દેશ ભક્તિને પ્રદર્શિત કરતી હતી.