રોટરી ક્લબ ઓફ અમદાવાદ મજેસ્ટી સ્ટાર્સ દ્વારા રોટરી ગોટ ટેલેન્ટનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજેતરમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મજેસ્ટી સ્ટાર્સ દ્વારા રોટરી ગોટ ટેલેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.રોટરી ગોટ ટેલેન્ટમાં ડાન્સ, કોમેડી, સિંગિંગ,ક્લબ ગ્રુપ પર્ફોર્મન્સ, પેઇન્ટિંગ એન્ડ કરાટે જેવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે . આ કાર્યકમમાં 102 સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે .

rotary

29 સ્પર્ધકોની પસંદગી ગ્રાન્ડ ફિનાલે માટે કરવામાં આવી છે . RGT નો મુખ્ય હેતુ ફેલોશિપ અને ક્લબના પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરવાનો છે. RGT ના મુખ્ય સ્પોન્સર SR ગ્રુપના રોહિતરાજ કેસવાની છે.

rotary 2

આ કાર્યક્રમ રોટેરીયન મેહુલ રાઠોડ ડિસ્ટ્રીક ગવર્નર અને રોટેરીયન ગોરડોન મેકીનલી રોટરી ઇન્ટરનેશનલ પ્રિસિડેન્ટ ના માર્ગદર્શન હેઠળ નિગમ શાહ પ્રેસિડેન્ટ ઓફ રોટરી કલબ ઓફ મજેસ્ટી સ્ટાર્સ, રુશીત શાહ સેક્રેટરી રોટરી કલબ ઓફ મજેસ્ટી સ્ટાર્સ દ્વારા કરવામાં આવ્યું છે . દર વર્ષે આ પ્રકારના RGT કાર્યકમનું આયોજન કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો.RGT ના ગ્રાન્ડ ફીનાલેનું આયોજન 19 મી મે રવિવારના રોજ 4:30 વાગ્યાથી પૂજા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે.

Share This Article