ગુલાબ સહિત અન્ય તમામ ફૂલની કિંમતોમાં તેજી રહી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

અમદાવાદ: દિવાળીના તહેવાર પહેલા જ   જુદા જુદા પ્રકારના ફૂલમાં જારદાર તેજી જામી છે. કિંમતોમાં ગયા વર્ષની તુલનામાં તીવ્ર વધારો જાવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં કિંમતોમાં વધારો થયો હોવા છતાં માંગ અકબંધ રહી હતી. દિવાળી પર્વ દરમિયાન સામાન્યરીતે કપડા, ખાણીપીણી, જવેરાત અને ફટાકડા એમ દરેક બજારમાં તેજી જાવા મળી રહી છે. આ બધાની વચ્ચે આ વર્ષે ફુલ બજારમાં પણ જારદાર તેજી રહી છે. દિવાળીના પાંચ દિવસ દરમિયાન પૂજાપાઠ અને શણગાર માટે ફૂલોની તો પહેલા જ જરૂર પડતી હોય છે જેથી તહેવારોમાં ફૂલોની જબરદસ્ત માંગ રહે તે સ્વભાવિક છે. આ વર્ષે પણ ફુલોની માંગ ગયા વર્ષ કરતા વધારે રહી છે. આ વખતે ગુલાબ સહિત અન્ય તમામ ફૂલના ભાવમાં તેજી જાવા મળી છે.

તહેવારો શરૂ થયા તે પહેલા બજારમાં ફૂલોનો ભાવ જુદા હતા જે આજે વધીને નવી ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. ગુલાબ સહિત ફુલ બજારમાં તેજી જામી હતી. તેજી માટે ઘણા કારણો જવાબદાર રહ્યા હતા.  મોગરો, પારસ, લીલી, કમળ, ડેજી વગેરે જેવા ફૂલોના ભાવમાં તહેવારોની જારદાર અસર જાવા મળી હતી અને આ ફુલોના ભાવમાં વધારો નોંધાયો હતો. ગુલાબના ભાવ આસમાને રહ્યા હતા.

જ્યારે હોલસેલના વેપારીઓને ત્યાં સ્થાનિક અને બહારગામના ખેડૂતો દ્વારા ફૂલોની આવક આ વર્ષે જરૂર કરતા વધારે થઈ છે જેથી વધારે અફડાતફડી જાવા મળી ન હતી. નવરાત્રી સમયે ફૂલ બજારમાં જેટલી આવક હતી. તેના કરતા દિવાળીમાં આવક વધી હતી. ફુલ બજારમાં તેજીની સાથે સાથે ધનતેરસ પર્વ ઉપર અન્ય જુદા જુદા કારોબારમાં પણ તેજી જામી હતી.  દિવાળીને લઇને બજારો હાઉસફુલની સ્થિતિમાં છે.

 

Share This Article