અમદાવાદ શહેરના અંજલિ બ્રિજ પર આજે મોડી સાંજે એક કરોડથી વધુના સોનાની દિલધડક લૂટ કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. મોડી સાંજે આ બનાવ બન્યા બાદ પોલીસે સીસીટીવી અને આસપાસ રહેલા લોકોના નિવેદનના આધાર પર તપાસ હાથ ધરી હતી. મળેલી માહિતી મુજબ અંજલિ બ્રિજ પર એક્ટિવા પર શખ્સો આવ્યા હતા અને વ્યક્તિ પાસેથી એક કરોડથી વધુના સોનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
આ વ્યક્તિ પાસે છ કિલો સોનું હોવાની પ્રાથમિક માહિતી મળી છે જે પૈકી તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. મુંબઈથી માર્કેટિંગ માટે આવેલા સોનાના વેપારી પાસેથી લૂંટની આ ઘટના બની હતી. વાસણા વિસ્તારમાં અંજલિ પાસે આ ઘટનામાં અઢી કિલો સોનાની લૂંટ થઇ હોવાની વિગત સપાટી ઉપર આવી છે.
સોનાની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, લૂંટ માટે આવેલા શખ્સો પહેલાથી જ વેપારી પર નજર રાખી રહ્યા હતા અને તેની પાસે જંગી પ્રમાણમાં સોનું હોવાની વિગત પણ તેમને મળી હતી. લૂંટારા પરિસ્થિતિ નો લાભ લઇને લૂટ કરીને ફરાર થયા હતા.