અમદાવાદ : ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. રોડ શોની સાથે સાથે નીચે મુજબ છે
- અમિત શાહના રોડ શોના બહાને એનડીએનું જોરદાર શક્તિ પ્રદર્શન
- અમિત શાહના રોડ શોમાં એનડીએના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા
- રોડ શોની શરૂઆત નારાયણપુરા વિસ્તારમાં સવારે સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ સાથે કરવામાં આવી
- ચાર કિલોમીટર લાંબા રોડ શોની પૂર્ણાહુતિ ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે થઈ
- અમિત શાહના રોડ શોમાં પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા
- રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ માટે ઉમેદવારીપત્ર દાખલ કર્યા
- પાટીદાર ચોકથી અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવા પોતાની કારથી ગાંધીનગર પહોંચ્યા
- શુભ મૂહુર્ત મુજબ ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવ્યા
- ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચુંટાયેલા અમિત શાહ આ વખતે અડવાણીની જગ્યાએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બન્યા છે
- લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી સૂચક જાવા મળી
- લાલકૃષ્ણ અડવાણી છ વખત ગાંધીનગર સીટથી જીતી ચુક્યા છે
- ગુજરાતમાં તમામ ૨૬ સીટ ઉપર ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થશે
- અરજીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ રાખવામાં આવી
- ગાંધીનગર સીટ ભાજપ માટે અભેદ્ય કિલ્લા તરીકે રહી છે
- ગાંધીનગર સીટ પર ઉમેદવારી દાખલ કરતા પહેલા રોડ શો અને સભામાં હજારો લોકો ઉમટી પડ્યા
- અમિત શાહના કાર્યક્રમને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી
- અમિત શાહના કાર્યક્રમના એક દિવસ પહેલાથી જ કાર્યક્રમના સ્થળ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા મજબૂત રાખવામાં આવી
- ગાંધીનગર બેઠક પર ભાજપે સતત જીત હાંસલ કરી છે
- અમિત શાહ માટે ગાંધીનગર ઘર જેવા વિસ્તાર તરીકે છે. અમિત શાહ સરખેજ અને નારાયણપુરા વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે
- અમિત શાહ ઘણા વર્ષો સુધી નારાયણપુરામાં રહી ચુક્યા છે
- કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની નજર પણ અમિત શાહના રોડ શો પર કેન્દ્રિત રહી હતી