દાળ-ભાત-શાક અને રોટલી એ ગુજરાતીઓનો મુખ્ય ખોરાક છે. ઘણા મેદસ્વી લોકો વજન ઓછુ કરવા માટે ભાત અને ખીચડીને ત્યજીને રોટલી ખાતા હોય છે પરંતુ સુગર વધે છે. વધુ પડતી રોટલી ખાવાથી ડાયાબિટીસ થવાની શક્યતા પણ રહે છે. જે લોકો ફક્ત શાક અને રોટલી જ ખાય છે જેમના ખોરાકમાં વિવિધતા જોવા નથી મળતી તેમને વધુ પ્રમાણમાં રોટલી ખાવાથી શરીર પર સોજા આવે છે અને ખંજવાળ પણ આવી શકે છે. ઘંઉની સાથે સાથે બાજરી, મકાઇ જેવા બીજા ધાન પણ ખાવા જરૂરી બને છે.
આયુર્વેદિક ડોક્ટરનું જો માનીએ તો પહેલા આપણા ખોરાકમાં બાજરીના રોટલા લેવાતા હતા અને ધીરે ધીરે ખાવામાં પણ શહેરીકરણ થઇ ગયુ છે અને બાજરીની જગ્યા ઘઉંએ લઇ લીધી સાથે જ જંકફૂડ પણ ભારે માત્રામાં લોકો ખાવા માંડ્યા છે.
આપણા ઘરમાં રોજીંદા ખોરાકમાં દાળ-ભાત અને શાક-રોટલી મોટાભાગે જોવા મળે છે. રોટલી ઘઉંથી બને છે અને ઘઉંમાં વધારે પ્રમાણમાં કોર્બોહાઈડેડ હોય છે જયારે શરીર માટે જરૂરી ગણાતા મીનરલ, વિટામીન્સ, ફાયબર, કેલ્સીયમ, આર્યન, મેગનીસ સહિતના સુક્ષ્મ તત્વો ઘણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે.
રોટલીમાં માઈક્રો ન્યુટ્રીશિયન ખુબ ઓછા પ્રમાણમાં હોય છે જેથી તેની ઉણપથી ‘ગ્લુટેન એલર્જી’ થાય છે અને શરીરે સોજા કે ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે. આવા સંજોગોમાં ડોક્ટરો રોટલી નહીં ખાવાની સલાહ આપે છે અને બાજરીના રોટલા ખાવાનુ કહે છે. શરીર માટે માઈક્રો ન્યુટ્રીશિયન ખુબ જ જરૂરી છે.
જો સુગરથી બચવા માંગો છો તો ઘઉંની સાથે સાથે બીજા અનાજ પણ ખોરાકમાં લેવા જરૂરી બને છે.