નૈસર્ગિક હીરા અને લેબોરેટરી ગ્રોન- હીરાઓ (એલજીડી)ની પર્યાવરણ પર અસર વિશે સંબંધિત પાત્રતા અંગે ઘણું બધું કહેવાયું છે. ડીપીએ દ્વારા મેમાં એસએન્ડપી ગ્લોબલનો હિસ્સો ટ્રુકોસ્ટ ઈએસજી દ્વારા નિર્મિત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેમાં ડીપીએના સભ્યોની હીરાની માઈનિંગ પ્રવૃત્તિઓ (www.total-clarity.com)ની વાર્ષિક સામાજિક- આર્થિક અને પર્યાવરણીય અસરો વિશે ફોડ પાડવામાં આવ્યો છે. ટ્રુકોસ્ટ અનુસાર સૌપ્રથમ વાર ઉદ્યોગના પોણા ભાગનું પ્રતિનિધિત્વ કરતી કંપનીઓ તૃતીય પક્ષને તેમની એકત્રિત અસર પર ફોડ પાડવા અને જાણકારી આપવા માટે પૂછે છે.
રિચા સિંહ ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (ઈન્ડિયા)નાં એમડીએ જણાવ્યું “મિડિયા અને ઉદ્યોગે ટ્રુકોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા પર્યાવરણીય ફૂટપ્રિંટના વિશ્લેષણ અને અહેવાલમાં સમાવિષ્ટ નૈસર્ગિક હીરા અને એલજીડી વચ્ચે કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનની તુલનામાં તીવ્ર રસ દાખવ્યો છે. ફ્રોસ્ટ એન્ડ સુલિવાન દ્વારા લિખિત 2014નો અહેવાલ ટ્રુકોસ્ટના વિશ્લેષણને નકારવા માટે એલજીડીના નિર્માતાઓ દ્વારા વ્યાપક રીતે ટાંકવામાં આવ્યો છે. બદનસીબી એ છે કે આ ડેટા ડિબેટ (જે અમુક સરળ સચ્ચાઈ સ્થાપિત કરવા માટે મારે થોડું પાછળ જવાની જરૂર પડશે)માં ટ્રુકોસ્ટના અધ્યયનનાં મુખ્ય તારણોને લગભગ સંપૂર્ણ છુપાવવામાં આવ્યાં છે અને ઉદ્યોગ જેનું ગૌરવ લઈ શકે તે એ કે મોટા પાયા પર હીરાનું માઈનિંગ દર વર્ષે ચોખ્ખા મૂલ્યના લગભગ રૂ. 1135 કરોડ ઊપજાવે છે, જેમાંથી મોટે ભાગે સ્થાનિક માઈનિંગ સમુદાયો અને નિર્મિતી દેશોમાં ઊપજાવવામાં આવે છે.”
રિચા સિંહ ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (ઈન્ડિયા)નાં એમડીએ જણાવ્યું “સ્થાનિક સમુદાયો માટે નિર્માણ કરાયેલા લાભો અંગે નીચે મુજબ ફોડ પાડવામાં આવ્યો છેઃ ડીપીએની કામગીરીમાં રૂ. 276 કરોડ 77,000 કર્મચારીઓને પગાર અને લાભોના રૂપમાં ચૂકવવામાં આવે છે. રૂ. 482 કરોડ માલો અને સેવાઓના સ્થાનિક સોર્સિંગ સાથે કડી ધરાવે છે. રૂ. 213 કરોડ કર, ડિવિડંડ અને રોયલ્ટીના રૂપમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારોને ચૂકવવામાં આવે છે. એ ધારણા રાખવાનું અત્રે ઉચિત રહેશે કે સરકારી પેમેન્ટ્સમાંથી મોટો હિસ્સો શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે. બોટ્સવાના, યાકુટિયા અને કેનેડા હીરાની પ્રાપ્તિઓના જવાબદાર વ્યવસ્થાપનના ઉત્તમ દાખલા છે. આનો અર્થ મહત્ત્વપૂર્ણ રીતે એ થાય છે કે મોટા પાયા પર હીરાની માઈનિંગ પ્રવૃત્તિઓ દ્વારા નિર્માણ કરાતું જથ્થાબંધ મૂલ્ય રૂ. 853 કરોડ અથવા વધુ મૂલ્ય સુધી દર વર્ષે સ્થાનિક સમુદાયોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ કરાવે છે. આ તુલનામાં 2016માં ખાનગી રોકાણકારોને ચૂકવવામાં આવેલાં ડિવિડંડ રૂ. 35 કરોડથી ઓછાં હતાં… અત્રે યાદ કરાવવાનું નોંધનીય છે કે વર્ષમાં ટ્રેડિંગ કરાયેલા બધા પોલિશ્ડ હીરાઓનું જથ્થાબંધ મૂલ્ય આશરે રૂ. 1774 કરોડ છે. બહુ ઓછા ઉદ્યોગો તેમના આકારને સંબંધિત આવો નોંધનીય સામાજિક- આર્થિક પ્રભાવ ગતિશીલ બનાવી શકે છે અને તે માઈનરો સાથોસાથ સંપૂર્ણ હીરાના વેપાર માટે પણ ગૌરવનું કારણ છે.”
પર્યાવરણીય દાવાઓની વાત કરીએ તો ટ્રુકોસ્ટનો અહેવાલ એક વર્ષમાં ડીપીએના સભ્યોની નિર્મિતી પર પર્યાવરણીય પ્રભાવનું અચૂક ચિત્ર પૂરું પાડે છે. ખાણના આયુષ્યમાં કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનનું આ વિશ્લેષણ નથી, પરંતુ નિર્મિતી સમયગાળામાં વાર્ષિક ઉત્સર્જન પ્રદર્શિત કરે છે, જે દાયકાઓ સુધી ચાલશે. મોટા પાયા પર હીરાના માઈનિંગનો મુખ્ય પર્યાવરણીય પ્રભાવ કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન છે, કારણ કે માઈન ફૂટપ્રિંટ અને પાણીનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થાય છે અને ડીપીએના સભ્યો માઈનિંગ માટે ઉપયોગ કરે તેમાંથી સરેરાશ ત્રણ ગણી જમીનની સપાટી પર સંવર્ધન કરે છે. 2014નો ફ્રોસ્ટ એન્ડ સુલિવાન રિપોર્ટ અને ટ્રુકોસ્ટ રિપોર્ટ પર એક આંકડો સંમત થાય તે કેરેટ દીઠ નૈસર્ગિક હીરાના કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જનની આંકડાવારી છે. ફ્રોસ્ટ એન્ડ સુલિવાન રફ કેરેટ દીઠ 59 કિગ્રા આંકડો દર્શાવે છે, જ્યારે ટ્રુકોસ્ટનો અહેવાલ પોલિશ્ડ કેરેટ દીઠ 160 કિગ્રા આંકડો બતાવે છે. 35 ટકા સરેરાશ ઊપજ ધારતાં આ આંકડાવારી સુમેળ ખાય છે.
જોકે એલજીડી સાથે નિર્માણ સાથે સંકળાયેલી કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનની વાત આવે ત્યારે આ બે અહાવેલો સંમત થતા નથી. 21 જૂને રોબ બેટ્સના લેખમાં સૂચન અહીં ઉપલબ્ધ છેઃ
https://www.jckonline.com/editorial-article/frost-sullivan-lab-grown-report/ , ફ્રોસ્ટ એન્ડ સુલિવાનનો 2014નો અહેવાલ જૂનો હોવા સાથે અવિશ્વસનીય અને પૂર્વગ્રહયુક્ત પણ છે. એલજીડી કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન માટે ટાંકવામાં આવેલી આંકડાવારી સંપૂર્ણ જૂઠાણા અને અવાસ્તવિક ધારણાઓ પર આધારિત છે કે એલજીડીના નિર્માણકારો ફક્ત નવીનીકરણક્ષમ ઊર્જાનો ઉપયોગ કરે છે. દેખીતી રીતે જ આપણે આજે જાણીએ છીએ કે કોઈ પણ એલજીડી નિર્માણકારો નવીનીકરણક્ષમ ઊર્જાનો ઉપયોગ કરતા નથી અને જેઓ તેનો ઉપયોગ કરે છે એવો દાવો કરે છે તે ફક્ત સોલાર ક્રેડિટ્સની ખરીદી છે. એલજીડી ઉત્સર્જનની વાસ્તવિકતાનું આકલન કરવા માટે ટ્રુકોસ્ટે એચપીએચટી અને સીવીડી નિર્માણકારો માટે જાહેરમાં ટાંકવામાં આવેલા ઊર્જા ઉપભોગના આંકડાનો ઉપયોગ કર્યો હતો અને સ્થાનિક એનર્જી ગ્રિડ્સ ઉપયોગ કરીને કાર્બન ઉત્સર્જનમાં તેમને પરિવર્તિત કર્યા હતા. આ પદ્ધતિ સંપૂર્ણ પારદર્શક છે અને દસ્તાવેજિત છે અને ઉત્સર્જનની શ્રેણીમાં પરિણમી છે, જે આજે નિઃશંક રીતે સૌથી કાર્યક્ષમ એલજીડી નિર્માણકાર લાઈટબોક્સ દ્વારા પણ જાહેરમાં વાસ્તવિક તરીકે ઓળખવામાં આવી છે. પરિણામસ્વરૂપ સરેરાશ એલજીડી પોલિશ્ડ કેરેટ દીઠ 511 કિગ્રા કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જિત કરે છે, જે નૈસર્ગિક હીરા કરતાં ત્રણ ગણું વધુ છે.
આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ આંકડા બહુ નાના છે, જો તમે એવું વિચારતા હોય કે 57 કિગ્રા કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જિત કરતા આઈ-ફોનથી વિપરીત નૈસર્ગિક હીરા અને એલજીડી બહુ લાંબું આયુષ્ય ધરાવે છે. તો તેમાં મોટી વાત શું છે? મોટી વાત સચ્ચાઈ છે. ઉદ્યોગ તરીકે આપણને વાસ્તવિકતા અને સચ્ચાઈની જરૂર છે, પછી સચ્ચાઈ ભલે ગમે તેટલી સુવિધાજનક હોય કે આપણી પૂર્વ- સ્થાપિત માન્યતાઓથી ગમે તેટલી સુમેળ ખાતી હોય. વાસ્તવિકતાનું મહત્ત્વ છે અને આખરે તે હંમેશાં સર્વોપરી હોય છે. દાવાઓનો કોઈ આધાર નહીં હોય, ગેરમાર્ગે દોરનારા હોય કે મૂંઝવણમાં મૂકનારા હોય તો, તે કરનારાને ટૂંકા ગાળા માટે ગમે તેટલું સુવિધાજનક લાગે તો પણ ઉદ્યોગ તરીકે આપણા બધાને જ તે પરેશાન કરનારા હોય છે.
રિચા સિંહ ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (ઈન્ડિયા)નાં એમડી છે.