અમદાવાદ : પોસ્ટડોક, પીએચડી માસ્ટર્સ, બેચલર્સ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ અને લાયબ્રેરીયન્સ માટે રિસર્ચ પ્રોજેકટ સહિતના કામોમાં બહુ ઉપયોગી થાય અને આશીર્વાદસમાન બની રહે તેવું અનોખું રેક્સ સોફ્ટવેર હવે ગુજરાત સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓમાં લાગુ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ-મેન્ટોર અને લાયબ્રેરીયન્સ માટે રિસર્ચ આસીસ્ટન્ટ તરીકે ઉપયોગી સાબિત થશે. આ અનોખા સોફ્ટવેરને લઇ ગાંધીનગર Âસ્થત ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી(ડીએ-આઇઆઇસીટી) અને રેક્સ સોફ્ટવેર બનાવનાર રીગબી ઇન્કોર્પોરેટ્સ વચ્ચે મહત્વના એમઓયુ પણ થયા છે.
ભારતમાં આ સોફ્ટવેરના યુઝર્સ નોંધપાત્ર રીતે વધી રહ્યા હોવાથી આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં આ અનોખા સોફ્ટવેરને લઇ કરારો થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે. આ અંગે ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી(ડીએ-આઇઆઇસીટી)ના આસીસ્ટન્ટ પ્રોફેસર શૌરીસ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, રેક્સ એ ઓલપાવર્ડ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડતું એક અનોખું અને કારગત સોફ્ટવેર છે, જે વિદ્યાર્થીઓને, ફેકલ્ટીઝ, લાયબ્રેરીયન્સ અને શૈક્ષણિક સંસ્થાઓને ભારે અસરકારકતા અને કારગત રીતે રિસર્ચ પ્રોજેકટ સહિતની એકેડમીક બાબતમાં બહુ ઉપયોગી સાબિત થશે.
એકબાજુ, આ સોફ્ટવેર પોસ્ટડોક, પીએચડી માસ્ટર્સ, બેચલર્સ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ માટે રિસર્ચ આસીસ્ટન્ટ તરીકે કામ કરશે કે જેઓ રિસર્ચ પ્રોજેકટ સાથે સંકળાયેલા છે, તો બીજીબાજુ, લાયબ્રેરીયન્સ અને શિક્ષણ સંસ્થાઓના સત્તાધીશોને લાયબ્રેરી અને શૈક્ષણિક સંસ્થાઓના રિસોર્સના મોનીટર યુસેઝની તક પૂરી પાડશે. આ સોફ્ટવેરની મદદથી રિસચર્સ વિદ્યાર્થીઓને ચોક્કસ સમયે દુનિયાભરનો ચોક્કસ ડેટા અને માહિતી ઉપલબ્ધ થઇ શકશે, જેનાથી તેનું રિસર્ચ વર્ક એકદમ ઝડપી અને અસરકારકતાથી થઇ શકશે. એટલું જ નહી, રિસર્ચ પેપર અને વર્કના મુદ્દાઓ ઝડપથી અને સારી રીતે સમજવામાં મદદ મળશે.
આ સોફ્ટવેરની મદદથી રિસચર્સ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ તેમ જ લાયબ્રેરીયન્સ તેમનો સમગ્ર રિસર્ચ પ્રોજેકટ એક પ્લેટફોર્મ પરથી હાથ ધરી શકશે. ફેક્લ્ટીઝ, સ્ટુડન્ટ્સ અને લાયબ્રેરીયન્સ વચ્ચે અસરકારક અને મહત્વપૂર્ણ ઇન્ટરએકશન શકય બનશે અને તેથી રિસર્ચ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થઇ શકશે. ડીએ-આઇઆઇસીટીના આસીસ્ટન્ટ પ્રોફેસર શૌરીસ દાસગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, પોસ્ટડોક, પીએચડી માસ્ટર્સ, બેચલર્સ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ અને લાયબ્રેરીયન્સને આ સોફ્ટવેર થકી રિસર્ચ પેપર, તેના મુદ્દાઓને લઇ સમજ અને માહિતી ઉપરાંત, વીકીપીડિયા, ઓનલાઇન લેકચર્સ, કોન્ફરન્સ, વર્કશોપના રેકોર્ડીંગ, પ્રોફેશનલ મેગેઝીન્સ, ગૂગલ, આઇઆઇએમ સહિતના ટોપ કવોલિટી બ્લોગ સહિતની અનેકવિધ માહિતીનો ભંડાર માત્ર એક કલિક પર ઉપલબ્ધ બનાવાશે. રેક્સ સોફ્ટવેરની મદદથી રિસચર્સ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ, લાયબ્રેરીયન્સ અને ઇન્સ્ટીટયુશન્સ માટે રિસર્ચ વર્ક, પ્રોજેકટ, લાયબ્રેરી ઉપરાંત એકેડમીક બાબતોનું કારગત સોલ્યુશન હાથવેંતમાં ઉપલબ્ધ બનશે.
તે હેતુથી ડીએ-આઇઆઇસીટી અને સોફ્ટવેર તૈયાર કરનાર રેગબી ઇન્કોર્પોરેટ્સ વચ્ચે એમઓયુ કરાયા છે. હવે ગુજરાત સહિત દેશની અન્ય ખાનગી શિક્ષણ સંસ્થાઓ સાથે આ પ્રકારના એમઓયુ થવાની શકયતા બળવત્તર બની છે. પ્રથમ તબક્કામાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવાશે, ત્યારબાદ સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને કવર કરાશે એમ આસી.પ્રો. શૌરીસ દાસગુપ્તાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિસર્ચર્સ સ્ટુડન્ટ્સ માટે અમેરિકાની જાણીતા રીગબી ઇન્કોર્પોરેટ્સ દ્વારા આ અનોખુ સોફ્ટવેર તૈયાર કરાયું છે. હવે દુનિયાભરમાં લોકપ્રિય બની રહ્યું છે અને તેને લઇ તેના યુઝર્સ ભારત સહિત વિશ્વભરમાં વધી ગયા છે.