રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ૪ મહિનાની ઉંચી સપાટીએ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : રિટેલ ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ચાર માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના પરિણામ સ્વરુપે રિટેલ ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જાન્યુઆરી મહિનામાં ૧.૯૭ ટકાની ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેલો સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૪૪ ટકા હતો. અર્થશા†ીઓએ ફેબ્રુઆરી મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવો ૨.૪૩ ટકા હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ ફુગાવો તેના કરતા પણ વધારે રહ્યો છે. આ ફુગાવો ૨.૫૭ ટકા રહ્યો છે. સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ૦.૬૬ ટકાની નકારાત્મક સપાટીએ રહ્યો હતો. નવેસરની પ્રિન્ટ જાન્યુઆરી મહિનામાં માઇનસ ૨.૨૪ ટકા રહ્યો હતો.

અગાઉ સૌથી નજીવો ફુગાવો નવેમ્બર ૨૦૧૮માં ૨.૩૩ ટકા રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની નીતિ નક્કી કરતી વેળા રિટેલ ફુગાવા ઉપર ધ્યાન આપે છે. બીજી બાજુ સરકાર દ્વારા આજે વધુ મહત્વપૂર્ણ ડેટા જારી કર્યા હતા જેના ભાગરુપે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અથવા તો ફેક્ટ્રી ઉત્પાદનના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ઘટીને ૧.૭ ટકા રહ્યો છે જે ડિસમ્બર ૨૦૧૮માં ૨.૪ ટકા રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ મંદીના સંકેત દેખાયા છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની દ્રષ્ટિએ માપવામાં આવતા ફેક્ટ્રી ઉત્પાદનનો આંકડો ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ૭.૫ ટકા સુધી વધી ગયો છે. એપ્રિલ-જાન્યુઆરી ૨૦૧૮-૧૯ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો આંક ૪.૦૧ ટકાની તુલનામાં ૪.૪ ટકા રહ્યો હતો.

Share This Article