ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”ને જોવા માટે આપના મોબાઇલમાં આ ક્યૂઆર કોડ સ્કેન કરો
ગણેશ ચતુર્થી કે ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે, તેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 10 દિવસનો તહેવાર સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે. ત્યારે જાણીતા પ્લેબેક સિંગર ભૂમિક શાહ આ વર્ષે સૌપ્રથમ વખત “વિનાયકા” લઈને આવ્યા છે, જે ગણેશ ચતુર્થી સ્પેશિયલ છે.
હિન્દી રોમેન્ટિક ગીતો, ભક્તિ ગીતોથી લઇને ગુજરાતી લોક (ડાકલા) વગેરે સાથે ભૂમિક શાહે દર વર્ષે તેમના સિંગલ્સની વિવિધ શૈલીઓની રજૂઆત સાથે તેમણે એક વિશાળ ચાહક વર્ગ મેળવ્યો છે. ત્યારે ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા” ગીતનો ભાવાર્થ આ શુભ તહેવારની ઉજવણીનો છે, જે ભવ્યતા, જીવંતતા અને ભગવાન ગણેશમાં લોકોની અપાર શ્રદ્ધા દર્શાવે છે.
ભૂમિક શાહના ઉર્જાસભર અવાજ સાથે આ ગીત તેની શક્તિશાળી લય અને ગોઠવણીની સાથે સંગીતની રીતે આગામી સ્તરે ઉન્નત થયું છે અને વિઝ્યુઅલ એકદંર ઓડિયો પ્રોડક્શનની સુંદર પ્રશંસા કરે છે. “વિનાયકા” વિશે ખૂબ જ ઉત્સાહ સાથે ભૂમિક શાહે જણાવ્યું કે આ ગીતના માધ્યમથી અમારો એકમાત્ર હેતુ ગણેશની દરેક ઉજવણીનો ભાગ બનવાનો છે અને હું દરેકને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવું છે.
ગાયક અને નિર્માતા : ભૂમિક શાહ
ગીતકાર : ભાર્ગવ પુરોહિત
સંગીત અને મિશ્રણ : અર્પણ મહિડા
હારમોનિયમ : હર્ષિત આચાર્ય
રિધમ વ્યવસ્થા : ફિરોઝ ઝેરિયા (બબ્બુ)
માસ્ટર : હફોડ માસ્ટરિંગ (લંડન), ડોનલ વ્હેલન, ગેથીન જોન
વીડિયો : સૌરભ ગજ્જર
ડાન્સ ગ્રુપ : શ્રીજી ડાન્સ ગ્રુપ નિસર્ગ પંડ્યા, વત્સલ મેહતા
‘ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”ને જોવા માટે અહીંયા ક્લિક કરો