રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૬ મી.મી., નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૧૭૮ મી.મી., જલાલપોરમાં ૧૬૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચ, હાલોલ તાલુકામાં ૧૨૩ મી.મી., વાલોડ તાલુકામાં ૧૪૨ મી.મી. અને વલસાડ તાલુકામાં ૧૨૬ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૧ જુલાઇના રોજ સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન વડોદરા તાલુકામાં ૭૫ મી.મી., વેરાવળ તાલુકામાં ૮૬ મી.મી., વ્યારા તાલુકામાં ૭૬ મી.મી., બારડોલી તાલુકામાં ૮૫ મી.મી., ચીખલી તાલુકામાં ૮૨ મી.મી., ખેરગામ તાલુકામાં ૭૭ મી.મી., કપરાડા તાલુકામાં ૯૫ મી.મી. અને પારડી તાલુકામાં ૮૪ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત રાજ્યના માળીયા તાલુકામાં ૬૬ મી.મી., માંગરોળ તાલુકામાં ૫૨ મી.મી., કોડીનાર તાલુકામાં ૬૦ મી.મી., સુત્રાપાડા તાલુકામાં ૬૪ મી.મી., ધરમપુર તાલકામાં ૭૦ મી.મી., ડાંગ તાલુકામાં ૪૮ મી.મી. અને વઘઇ તાલુકામાં ૫૦ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૨૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.