જામનગરમાં સગા દીકરાએ માતા પર આચર્યુ દુષ્કર્મ, પુત્રની શોધમાં લાગી ગઇ પોલીસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જામનગરમાં સગા દીકરાએ જ માતા પર દુષ્કર્મ કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. માતાએ હિંમત કરી પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાથી પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતી અને અત્યંત ગરીબ પરીવારની માતા પર તેના સગા દીકરાએ જ દુષ્કર્મ ગુજારતા માતા એક દિવસ તો કંઇ બોલી શકી ન હતી, પરંતુ બાદમાં હિંમત એકઠી કરી આવા કપાતર પુત્રને સજા મળવી જોઇએ તેમ મકકમ મન બનાવી પોલીસ સ્ટેશન પહોચી ગઇ હતી અને પોતાની આપવીતી કહેતા હાજર પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને તુરંત જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ માતાની પુછપરછ કરવામાં આવી હતી અને તેઓના પણ રૂવાંડા ઉભા થઇ ગયા હતાં. અંતે પોલીસની તમામ ખરાઇ બાદ કપાતર પુત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ આ કપાતર પુત્રની શોધમાં લાગી ગઇ છે

. કપાતર પુત્રએ માતા પર રાત્રીના સમયે દુષ્કર્મ ગુજારતા માતા અત્યંત હેબતાય ગઇ હતી અને તે ખાધા-પીધા વગર આખો દિવસ રડતી રહી હતી. બીજી બાજુ તેનો ભાઇ ઘરે આવતા પોતાની બહેનની હાલત જોઇ કંઇ અજગતું બન્યું હોવાનું અહેસાસ થતાં પુછપરછ કરતાં બહેન ભાગી પડી હતી અને પોતાના પુત્રએ કરેલા દુષ્કર્મ વિશે વાત કરતા તેનો ભાઇ પણ સ્તબ્ધ થઇ ગયો હતો અને બહેનને હિંમત આપી પોલીસ સ્ટેશન લઇ જઇ ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે મજૂરી કામ કરતા કપાતર પુત્રએ નશામાં આ દુષ્કર્મ આચર્યુ હતું.

Share This Article