જો તમે આ વર્ષે કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટેની તૈયારી કરી રહ્યા છો તો પ્લાન બનાવવા માટેની તૈયારીમાં લાગી જવાની જરૂર છે. વર્ષ ૨૦૧૯ની કૈલાશ માનસરોવર યાત્રા માટે નોંધણી કરવા માટેની શરૂઆત થઇ ચુકી છે. વિદેશ મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે શ્રદ્ધાળુઓ તમામ માહિતી એકત્રિત કરીને નોંધણી કરાવી શકે છે. આ વર્ષે કેલાશ માનસરોવરની યાત્રા નાથુલા અને લિપુલેખ મારફતે ચાલનાર છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ કૈલાશ માનસરોવરની યાત્રા આઠમી જુનના દિવસે શરૂ કરવામા આવ્યા બાદ આઠમી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. તમામ લોકો માટે આ કૈલાશ માનસરોવરની યાત્રા હોય છે.
જો કે આ યાત્રા કરવા માટે કેટલીક શરતો લાગુ કરવામાં આવેલી છે. જે પૈકી એક શરત તો એ છે કે ૧૮થી ૭૦ વર્ષની વયના લોકો જ આઈ યાત્રા કરી શકે છે. નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ આ પ્રક્રિયા હાલમાં જારી છે. કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટે ઇચ્છુક લો નવમી મે સુધી તેમની નોંધણી કરાવી શકે છે. જાણકાર લોકો અને સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ યાત્રા આઠમી જુનના દિવસે શરૂ કરવામાં આવ્યા બાદ આઠમી સપ્ટેમ્બરના દિવસ સુધી યાત્રા ચાલનાર છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરાખંડના લિપુલેખ મારફતે કૈલાશ માન સરોવરની યાત્રા કરવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુ માટે ખર્ચ પ્રતિ વ્યક્તિ ૧.૮ લાખ રૂપિયા રહેશે. આના માટે ૬૦-૬૦ શ્રદ્ધાળુઓના કુલ ૧૮ જથ્થા બનાવવામાં આવ્યા છે. દરેક જથ્થા માટે યાત્રા માટેની અવધિ ૨૪ દિવસની રાખવામાં આવી છે. જેમાં યાત્રા સંબંધિત તૈયારી માટે દિલ્હીમાં ત્રણ દિવસ માટે રોકાવવા માટેની બાબત સામેલ છે. યાત્રીઓને ચિયાલેખ ખીણ અથવા તો ઓમ પર્વતની ખુબસુરત કુદરતી સુન્દરતા જાવાની પણ તક મળી શકે છે. આ પર્વત પર કુદરતી રીતે બરફ સાથે ઓમની પ્રતિકૃતિ બનેલી હોય છે. મંત્રાલય તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ નાથુલા મારફતે જનાર માર્ગ મોટર વાહન તેમજ ટ્રેનિંગ ન કરી શકનાર સિનિયર સિટિજન્સ માટે વધારે આદર્શ છે.
ગંગટોકમાંથી પસાર થનાર આ માર્ગમાં હાંગુ લેક અને તિબેટ આવે છે. આ રસ્તાથી ખર્ચની વાત કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ ૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આના માટે યાત્રા અવધિ ૨૧ દિવસની હોઇ શકે છે. આમાં પણ દિલ્હીમાં ત્રણ દિવસ રોકવાવા માટેની બાબત સામેલ છે. આ વર્ષે આ માર્ગ પરથી ૫૦ શ્રદ્ધાળુઓના ૧૦ જથ્થા રવાના કરવામાં આવનાર છે. વિતેલા વર્ષોની જેમ આ વર્ષે પણ અરજી કરનાર દરેક શ્રદ્ધાળુની તબીબી ચકાસણી કરવામાં આવનાર છે. આ વખતે પણ કૈલાશ માનસરોવર માટે જવા ઇચ્છુક લોકો પૈકી મેડિકલ ડોક્ટર અને પરિણિત લોકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મોટી વયના લોકોને તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ નાથુલા માર્ગથી આગળ વધવા માટે કહેવામાં આવે છે. પ્રવાસીઓ બંને માર્ગની પસંદગી કરી શકે છે. જેમાં પ્રાથમિકતા દર્શાવવામાં આવી શકે છે. અથવા તો માત્ર એક માર્ગ પસંદ કરી શકો છો. કોમ્યુટર ડ્રો મારફતે તેમના માર્ગ ક્યા રહેશે તે બાબત નક્કી કરવામાં આવે છે. ડ્રો મારફતે જ તેમને માર્ગ અને જથ્થાની ફાળવણી કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કૈલાશ માનસરોવર જાય છે.
ભગવાન શિવના સૌથી મોટા ધામ તરીકે તેને ગણવામાં આવે છે. માન્યતા એવી રહેલી છે કે ભગવાન શિવના આવાસ તરીકે કૈલાશ માનસરોવર જગ્યા તરીકે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવના આવાસ તરીકે કૈલાશ જગ્યા છે. કૈલાશ માનસરોવરમાં મોટા ભાગે બરફ રહે છે. આ યાત્રા જટિલ યાત્રા તરીકે હોય છે જેથી જુદા જુદા પાસામાં ચકાસણી કરવામાં આવ્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવે છે. જૈન પરંપરા પણ કેટલીક બાબતો સાથે સંબંધિત છે. પહાડ કૈલાશ બૌદ્ધ ધર્મમાં પણ ઉલ્લેખ છે. જેથી બૌદ્ધ શ્રદ્ધાળુઓ માટે પણ આ જગ્યા પ્રવાસ ધામ તરીકે છે. કૈલાશ માનસરોવર યાત્રાને લઇને તમામ પ્રકારના શ્રદ્ધાળુઓ હમેંશા ઉત્સુક રહે છે. અહીં જવાની તમામની ઇચ્છા રહે છે. હવે બે માર્ગ કરી લેવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓને રાફત થઇ છે.