દુધ શરીર માટે ખુબ ફાયદાકારક છે તે બાબતથી તો તમામ લોકો વાકેફ છે પરંતુ સાથે સાથે દુધ અન્ય રીતે પણ ખુબ ઉપયોગી અને આદર્શ છે. ખુબ ઓછા લોકો જાણે છે કે દુધ પીવાથી જેટલા ફાયદા છે તેના કરતા પણ દુધ વધારે ઉપયોગી છે. કાચા દુધને સ્કીન પર લગાવવાથી પણ ફાયદા થાય છે. આના કારણે સ્કીન પર ઉભરી રહેલા વયના પ્રભાવને રોકવામાં મદદ મળે છે. સાથે સાથે લાંબા સમય સુધી જવાન દેખાવવામા પણ મદદરૂપ થાય છે. કાચા દુધને સ્કીન પર લગાવવાથી ફાયદો થાય છે.ક્યા ક્યા તરીકાથી કાચા દુધને સ્કીન પર લગાવી શકાય છે તે બાબત અસરકારક છે.
કાચા દુધને અસરકારક ટોનર તરીકે ગણી શકાય છે. બે ટેબલ સ્પુન કાચા દુધને વાટકીમાં લઇ લેવામાં આવ્યા બાદ તેને કોટનની મદદથી ચહેરા પર અને ગર્દન પર લગાવવાની જરૂર હોય છે. થોડાક દિવસ સુધી આવા પ્રયોગ કર્યા બાદ તેની અસર દેખાઇ શકે છે. ખુબ સારા પ્રોટેક્ટકર તરીકે પણ દુધ છે. બે ટેબલ સ્પુન દુધમાં થોડાક પ્રમાણમાં હલ્દર નાંખી દેવામાં આવ્યા બાદ તેના મિશ્રણને ચહેરા પર અને ગર્દન પર લગાવી દેવામાં આવે. ત્યારબાદ ૧૦ મિનિટ પછી ધોઇ નાંખવાની જરૂર હોય છે. આ આપની સ્કીનને હાનિકારક બેક્ટેરિયાથી બચાવે છે. સાથે સાથે ડાર્કનેસ ઘટાડે છે.
ખાસ કરીને ધુળ અને ધુળ ભરેલી આંધીથી પરત ફરાય ત્યારે તેના ચહેરાને ફાયદો થાય છે. ટોનર અને પેસ્ટના રૂપમાં સ્કીન પર પેસ્ટ લગાવવાની જરૂર હોય છે. કાચા દુધ પ્રોટીન અને કેલ્શિયમના સ્ત્રોત હોય છે. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.કાચા દુધના કારણે શ્રેણીબદ્ધ ફાયદા રહેલા છે. રિન્કલ અને સ્કીન પર આવેલા દાગને દુર કરવામાં તેની ભૂમિકા રહેલી છે.