સુરતના વરાછામાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં રેડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત : સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં પર વરાછા પોલીસે રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કૂટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી ૮૦૦ રૂપિયા લઈ લલનાઓને ૩૦૦ રૂપિયા આપતા હતા. પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે મારૂતિચોક પાસે પ્લોટ નં.૧૧૭ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી હતી. ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલના સાથે ઝડપી લીધા હતા. પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો ત્રણ લલના સાથે કંઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી રતીકાંત હરીક્રિષ્ના જૈના (ઉ.વ.૩૫, રહે.૨૦૨, ગણેશ એપાર્ટમેન્ટ, માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત ) સાથે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી ( ઉ.વ.૩૦, રહે.રામકૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત ) અને રતીકાંતની પણ ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧૭,૪૫૦, રૂ.૫૨ હજારની કિંમતના ૭ મોબાઈલ ફોન, ૮ કોન્ડોમ મળી કુલ રૂ.૬૭,૪૫૦ નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણી (રહે.૧૬, બાલાજી સોસાયટી, મારૂતિચોક, વરાછા, સુરત. મૂળ રહે.બાદલપર, તા.પાલીતાણા, જી.ભાવનગર) ની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article