રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રેમી) અને ગણપત યુનિવર્સિટી CCEના રિયલ એસ્ટેટ બિઝનેસ મેનેજમેન્ટ અને હાઉસિંગ ફાઇનાન્સનો જોઈન્ટ સર્ટિફિકેશન બીએમએફ(201) એ ચાર મહિનાનો સર્ટિફાઈડ કોર્સ છે, જે વિદ્યાર્થીઓ, પ્રારંભિક તબક્કાના વ્યાવસાયિકો, આંત્રપ્રિનિયર્સ, આગામીપેઢીના ડેવલોપર્સ અને બ્રોકર્સ માટે રચાયેલ રિયલ એસ્ટેટ ઉદ્યોગની વ્યાપક સમજ પૂરી પાડે છે.
આ પ્રોગ્રામ 30મી જુન,2018થી શરૂ થશે, તે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને રેમી(REMI)ના સર્ટિફાઈડ ફેકલ્ટી અને રીઅલ એસ્ટેટ
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો પાસેથી જ્ઞાન મેળવવા તક પૂરી પાડશે. રજિસ્ટ્રેશન માટે, વિદ્યાર્થીઓ www.remi.edu.in પર લોગ ઈન કરી શકે છે. એપ્લિકેશન્સ માટેનો અંતિમ સમય 29 જૂન, 2018 છે.
ધી રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(REMI)ના ડાયરેક્ટર મિસ શુબિકા બિલ્ખાએ જણાવ્યું હતું કે,”રેમીની સ્થાપના ‘સ્કિલ ઇન્ડિયા તો બિલ્ડ ઇન્ડિયા’ના વિઝન સાથે કરવામાં આવી છે, અમારા કાર્યક્રમો દ્વારા ઉદ્યોગોના વિકાસને સરળ બનાવવા માટે જરૂરી છે, જે વિદ્યાર્થીઓ
અનેવ્યાવસાયિકોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટકાઉ કારકિર્દી બનાવવા માટેના આવશ્યક કૌશલ્યો સાથે સજ્જ કરે છે. અમે રેમીને ભારતમાં
રિયલ એસ્ટેટ એજ્યુકેશનના અગ્રણી પ્રોવાઇડર તરીકે સ્થાપિત કરવાની ઇચ્છા રાખીએ છીએ જે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોની સમજ પૂરી પાડે
છે, સાથે સાથે તેના વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે જેઓ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમની કારકિર્દી શરૂ કરે છે.”
ગણપત યુનિવર્સીટી – સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશનના પ્રોફેસર રાજન પુરોહિતે જણાવ્યું કે,“અમે રેમી સાથે મળીને, રીઅલ એસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગુજરાતમાં આ પ્રકારનું કાર્યક્રમો શરૂ કરવા માટે ઉત્સાહિત અને સમાન રીતે જવાબદાર છીએ.અમે માણીયે છીએ કે આવિષય વસ્તુ વિશેષજ્ઞ બનવાની ઈચ્છા રાખનાર ઉમેદવારો માટે વધુ શીખવાના અવસરોનો વિસ્તાર કરશે અને આ ક્ષેત્રમાં સારી રીતે
કરિયરનું નિર્માણ કરશે.”
આ 4 મહિનાનો કોર્સ છે. વિદ્યાર્થીઓ,પ્રોફેશનલ્સ, ડેવલોપર્સ, એન્ટ્રેપ્રેનિયર્સ અને બ્રોકર્સ આ કોર્સ કરી શકે છે.રિયલ એસ્ટેટમાં એડવાન્સ્ડ કોન્સેપ્ટ્સ અને ટર્મિનોલોજીસ, કોસ્ટ શીટ અને લે આઉટ ડેવલપમેન્ટ સહિતના કી કેલ્ક્યુલેશન્સ, કન્સ્ટ્રક્શન પ્રોસેસ, અપ્રુવલ પ્રોસેસ, પ્રોજેક્ટ ફીઝિબિલિટી, અફોર્ડેબલ હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ, SRA એન્ડ રિડેવલોપમેન્ટ, ઇન્ટ્રોડક્શન તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ ફેસિલિટીઝ મેનેજમેન્ટ વગેરે જેવા ટોપિક્સ કવર કરવામાં છે.
રેમીના સમર્પિત ‘કેરેર ડેવલપમેન્ટ સેન્ટર (સીડીસી)’ દ્વારા ઉમેદવારોને રિયલ એસ્ટેટમાં ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની તકો મળે છે. આ કાર્યક્રમ વિવિધ મોડ્યુલો જેમ કે રિયલ એસ્ટેટ, અદ્યતન અને તકનિકી રિયલ એસ્ટેટ કોન્સેપ્ટ્સ, ઉદ્યોગસાહસિક વિકાસ, હાઉસિંગ ફાઇનાન્સ, રેરા,સ્માર્ટ શહેરો, રીઅલ એસ્ટેટ ફાઇનાન્સ અને ફંડામેન્ટલ્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ઉમેદવારની તકનિકી, વ્યવસાય અને ઉદ્યોગસાહસિક કુશળતાને વધારવા અને રિયલ એસ્ટેટમાં કાનૂની બાબતો અને માર્કેટિંગ અને વેચાણ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યક્રમમાં મોડ્યુલનો પણસમાવેશ થાય છે જે ખાસ કરીને કોમર્સીઅલ અને રિટેઇલ પ્રોપર્ટીસના માર્કેટિંગ અને ભાડાપટ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
BMF અમદાવાદ બેચ ડિસેમ્બર 2017ની ભૂમિ રાઠોડે જણાવ્યું હતું કે,”આ ક્ષણે રિયલ એસ્ટેટ માર્કેટ એ રૂલિંગ માર્કેટ છે. મારા કોલેજમાં યોજાયેલ સેમિનાર દ્વારા રેમી વિશે મનેજાણવા મળ્યું.મેં રેમી પસંદ કર્યું છે કારણ કે રેમી માત્ર બાંધકામ સાથે સંકળાયેલ વસ્તુ ઓફર કરતી નથી પરંતુરિયલ એસ્ટેટ માર્કેટના દરેક પાસા, માર્કેટિંગ અને વેચાણ, ડિજિટલ માર્કેટિંગ, બાંધકામ પ્રક્રિયા,RERA તેમજ વિકાસકર્તાઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને આવરી લે છે. રેમી દ્વારા મને સમજાયું કે, રિયલ એસ્ટેટમાં મહિલાઓ માટે એક વિશાળ તક છે. રેમી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કરિયરબનાવવા માંગતા વ્યક્તિ માટે શ્રેષ્ઠ છે.