આધુનિક ભાગદોડની લાઇફમાં દરેક વ્યક્તિ ફિટ અને એનર્જેિટક રહેવા માટે ઇચ્છુક હોય છે પરંતુ તે જરૂરી સમય કાઢી શકતો નથી. ટેક્સાસમાં હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શરીરમાં બે ટકા પાણીની કમી થવાની સ્થિતીમાં પણ એનર્જી લેવલ ખુબ ઓછુ થઇ જાય છે. ડિહાઇડ્રેશનના કારણે બ્લડવોલ્યુમ ઘટી જાય છે. જેના કારણે લોહી ગાઢ બની જાય છે. જેના કારણે હાર્ટ ઓછા અસરકારક રીતે કામ કરે છે. આનાકારણે ઓક્સીજન અને પૌષક તત્વો ઓછી ગતિથી આપની મસલ્સ અને ઓર્ગન્સ સુધી પહોંચે છે. આના માટે રહી રહીને પાણી પીતા રહેવાની જરૂર હોય છે. નિષ્ણાંત લોકો કહે છે કે સવારે ઉઠી ગયા બાદ વધારે સમય સુધી ભુખ્યા રહેવાની બાબત યોગ્ય નથી. બ્રેકફાસ્ટ કરવાથી આપના મેટાબોલિજમ યોગ્ય રહે છે. જા તમે બ્રેક ફાસ્ટમાં પૌષ્ટિક ભોજન લઇ રહ્યા છો તો દિવસ દરમિયાન ઉર્જા રહે છે.
સવારના સમયમાં ભુખ્યા રહેવાની સ્થિતીમાં દિવસ દરમિયાન માથુ ચકરાવે છે. આના કારણે ખુબ થાક લાગે છે. જેથી સવારના સમયમાં નાસ્તાને પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે.જંક ફુડથી દુરી રાખવામાં આવે તે પણ જરૂરી છે. જંક ફુડ ખાવાથી શરીરને કોઇ ઉર્જા મળતી નથી. આ માત્ર સ્વાદમાં ગમી શકે છે. જંક ફુડથી બ્લડ શુગર વધી જાય છે. જેના કારણે આપને વધારે થાક લાગે છે. આપને ભોજનમાં પ્રોટીનયુક્ત ચીજાનો ઉપયોગ કરવાની સલાહ મોટા ભાગના નિષ્ણાંત લોકો આપે છે. ૨૪ કલાક ફિટ અને એનર્જેિટક રહેવા માટે કેટલીક ખરાબ ટેવ છોડી દેવાની જરૂર છે. ખોટી ટેવ છોડી દેવાના કારણે ફિટ રહેવામાં મદદ મળશે.ફિટ અને હેલ્થી રહેવા માટે નિયમિત કસરત જરૂરી બની ગઈ હોવાનું તારણ નવા અભ્યાસમાં બહાર આવ્યું છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરતથી શરીરમાં બ્લડ સરક્યુલેશનમાં ઉલ્લેખનીય વધારો થાય છે. સાથે સાથે આનાથી કુશળતા પણ વધી જાય છે. નોકરીની જગ્યાએ લાંબા સમય સુધી કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી ઘણી તકલીફ ઉભી થઈ શકે છે આવી સ્થિતિમાં નિયમિતપણે કસરત ખૂબ જ જરૂરી છે. નિયમિતપણે કસરત નહીં કરવાથી શરીરમાં બ્લડ સરક્યુલેશનની ગતિ ધીમી પડી જાય છે. યાદશક્તિ અને ધ્યાનશક્તિને વધારવા નિયમિત કસરત જરૂરી બની ગઈ છે. આનાથી શરીરમાં ટોકસીન ફોર્મેશનની ગતિ ધીમી પડે છે. કસરતના સંબંધમાં વારંવાર તારણો સપાટી પર આવી ચૂક્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરને ફિટ અને હેલ્થી રાખવા માટે વોકિંગ, સ્વીમીંગ, એરોબીક્સ, સાઈકલીંગ અને બેલી ડાન્સીંગ હવે ઉપયોગી બન્યા છે. વોકિંગને સર્વશ્રેષ્ઠ કસરત તરીકે ગણવામાં આવે છે. દરરોજ જીમમાં જવા માટે આધુનિક સમયમાં સમય નથી. આવી સ્થિતિમાં વોકિંગ કરવાથી ફાયદો થાય છે. દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી વોકીંગમાં સમય ગાળવામાં આવે તે જરૂરી છે. ભોજન લીધા બાદ ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી ઓફિસના પ્રાંગણમાં વોકિંગ કરવાથી ફાયદો થાય છે. જીમમાં કસરત કરવાથી ડર લાગે છે તો આવી સ્થિતિમાં સ્વીમીંગ પણ વિકલ્પ તરીકે છે. સ્વીમીંગથી શારીરિક પ્રવૃત્તિ વધી જાય છે.
બટર ફ્લાય સ્ટ્રોક, બેગ સ્ટ્રોક, બિગ સ્ટ્રોકથી ફાયદો થાય છે. એરોબીક્સને પણ હવે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સંગીતના પ્રેમીઓ માટે એરોબીક્સનો વિકલ્પ પસંદ કરવો જાઈએ. આનાથી ટેન્શન ઓછું થાય છે. એરોબીક્સની ક્લાસમાં પણ હાલમાં મોટી સંખ્યામાં લોકો જાવા મળે છે. સાઈકલીંગથી હાર્ટ અને બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે. સાઈકલીંગ નિયમિત કરવાથી પગના સ્નાયુ પણ મજબૂત બને છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ત્રણ મિનીટ સુધીની સામાન્ય કસરત પણ સ્થૂળતાને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ફેટને દૂર કરવામાં કસરતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો જીમમાં જવામાં આળસ અનુભવ કરે છે અને જે લોકો કસરત માટે સમય નથી તેવી દલીલ કરે છે તે લોકો માટે એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર ત્રણ મિનીટની કસરત મહત્વપૂર્ણ થઈ શકે છે અને ઘરમાં જ આ કસરત કરી શકાય છે.