સદીઓ પછી, ભારત ભૂમિને રાષ્ટ્રવાદી, ધર્મનિષ્ઠ રાજ્ય સત્તાની ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ છે. આ અપ્રતિમ ઉપલબ્ધિ પર ભારતના જનમાનસને અભિનંદન કરવાની સાથે સાથે રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગરણનો ઉદ્દેષ્ય લઇને નિત્યાનંદ આશ્રમના પરમપૂજ્ય ૧૦૦૮ અવધૂત સ્વામીશ્રી નર્મદાનંદજી મહારાજે “આસેતુ હિમાલય દ્વાદશ જ્યોતિર્લિગની પદયાત્રા”નો સંકલ્પ લીધો છે. તેની આ રાષ્ટ્ર વિજય ધર્મયાત્રા ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯એ ગંગોત્રી ધામથી ચાલુ થશે. પવિત્ર ગંગા જળ લઇને રાષ્ટ્ર વિજય ધર્મ યાત્રા તે જ દિવસે કેદારનાથ ધામ માટે પ્રસ્થાન કરશે.
ગુજરાત સરકાર એનિમલ વેલ્ફેર બોર્ડના સ્ટેટ હેડ શ્રી દિલીપભાઇ શાહ, ગુજરાત મહાયજ્ઞ સમિતિનાં હોદ્દેદારો શ્રી પી.કે.લહેરી (પૂર્વ ચીફ સેક્રેટરી), શ્રી નરેન્દ્રસિંહ ઝાલા (ફિલ્મસીટી), શ્રી વિજયભાઇ શાહ, સમગ્ર ટીમ પદયાત્રાનું સંકલન પ્રચાર-પ્રસારનું આયોજન કરી રહ્યાં છે જે અંતર્ગત ૨૨ સપ્ટેમ્બરનાં રોજ રતલામ (મધ્યપ્રદેશ) ખાતે યોજાયેલ ઐતિહાસિક “રાષ્ટ્ર ધર્મ વિજય સંકલ્પ યાત્રા” અંતર્ગત સમગ્ર દેશના સાધુ-સંત, સનાતન હિન્દુ સમાજ મહામંડલેશ્વરના સંત મહંતો, સમાજના રાષ્ટ્રીય અગ્રણીઓ, વિશિષ્ટ વ્યÂક્તઓ સાથે ધર્મ પ્રિય જાહેર જનતા આ ગૌ રાષ્ટ્ર ધર્મ વિજય યાત્રા સંમેલન ખાતે બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી.
બાદમાં કેદારનાથથી કાશી વિશ્વનાથ, બૈજનાથ મહાદેવ, રામેશ્વરમ, શ્રીશૈલમ, ભીમાશંકર, ધૃષ્ણેશ્વર, ત્ર્યંબકેશ્વર. સોમનાથ મહાદેવ, નાગેશ્વર, ઉજ્જૈન થઇને ૧૮ માસ જેટલાં સમયમાં ૧૨૦૦૦ કિલોમીટરથી વધુ પદયાત્રા સાથે ઓમકારેશ્વર પર આ યાત્રા સમાપન થશે. પદયાત્રાની વિશેષતા એ છે કે પ્રત્યેક રાત્રી રોકાણ સ્થળે, સ્થાનિક લોકોનાં સહયોગથી વૃક્ષારોપણ, રાષ્ટ્રવંદના-બૌદ્ધિક જેવા શ્રેણીબંધ કાર્યક્રમો છે. સમગ્ર પદયાત્રાને સત્કારવા માટે, જાહેર થયેલાં પદયાત્રા રુટમાં, પદયાત્રા ટીમને સત્કારવા માટે ઠેર ઠેર ઉત્સાહભેર મોટા પાયે જાહેર આયોજન થઇ રહ્યાં છે.