રામ નવમી ભગવાન શ્રીરામનો જન્મ દિવસ છે. ખરેખર, ભગવાન રામે પુરુષ પાત્રને સાર્થક કરી બતાવ્યું. તેમણે તેમના કર્મ અને ધર્મને જીવનનો આધાર બનાવ્યો. ભગવાન વિષ્ણુએ રામનું સ્વરૂપ લઈને ધરતીવાસીઓને સાચો માર્ગ બતાવ્યો. અને તેથી જ તેઓને ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ કહેવામાં આવે છે.
રામ નવમી મહત્વ :
રામ જન્મને રામ નવમીના રૂપે સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. તેમનો જન્મ અભિજિત નક્ષત્રમાં બપોરના ૧૨ વાગે ચૈત્ર શુકલ પક્ષ નવમીના દિવસે થયો હતો. આ દિવસે બધા ભકતજનો ચૈત્ર નવરાત્રીનો ઉપવાસ બપોરે ૧૨ વાગે પૂરો કરે છે, ઘરમાં ખીર, પુરી અને હલવાનો પ્રસાદ બનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ રામ સ્ત્રોત, રામ બાણ, અખંડ રામાયણ વગેરેનો પાઠ કરવામાં આવે છે, રથયાત્રા કાઢવામાં આવે છે.
રામ અવતાર કથા :
જ્યારે ધરતી પર રાક્ષસોનો આતંક વધી ગયો, ત્યારે ભગવાન વિષ્ણુએ મનુષ્ય તરીકે ધરતી પર જન્મ લીધો અને રાક્ષસોનો સંહાર કરી (નાશ કરી) ધરતી ફરીથી પાપ મુક્ત કરી. પછી કહેવામાં આવે છે કે જયારે જયારે ધરતી પર બુરાઇનો ભાર વધી જાય છે ત્યારે ત્યારે ભગવાન પોતે ધરતી પર આવીને ધરતીને સંતુલિત કરે છે. અને મનુષ્ય જાતીનો ઉધ્ધાર કરે છે. તેવી જ રીતે જયારે ધરતી પર રાવણ અને રાક્ષસી તારકા જેવા અસુરોનો આતંક વધી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમજ માતા લક્ષ્મીએ રામ અને સીતાના રૂપમાં ધરતી પર જન્મ લીધો અને અસુરોના નાશની સાથે માનવ જીવન તેમજ એક પ્રજા પાલકની મર્યાદાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું.
રામ જન્મ :
ભગવાન શ્રીરામ અયોધ્યાના મહારાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના પુત્ર હતા. મહારાજા દશરથે પોતાની એક માત્ર પુત્રી શાંતાને બીજાને દત્તક આપી દીધી હતી. જે પછી ઘણા વર્ષો સુધી તેમને કોઇ સંતાન ન હતું. જેના માટે તેમણે પુત્ર કમેક્ષી યજ્ઞ કર્યો હતો. જેના ફળ સ્વરૂપે તેમને ચાર પુત્રોની પ્રાપ્તિ થઇ હતી. જેમાં શ્રેષ્ઠ પુત્ર રામ હતા. અને અન્ય ત્રણ ભરત લક્ષ્મણ તેમજ શત્રુઘ્ન હતા, જેમની માતા કૈકેઈ અને સુમિત્રા હતી.
રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસે ચૈત્ર માસની શુક્લ પક્ષ નવમીના દિવસે આવે છે, જેનાથી રામ જયંતી પણ કહેવામાં આવે છે. રામનવમીને ખુબજ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે દિવસે બપોરના ૧૨ વાગે રામનો જન્મ થયો હતો. તેથી ભક્તો પણ બપોર પછી પોતાના નવ દિવસના માતાના ઉપવાસને છોડે છે, અને અન્ન ગ્રહણ કરે છે.
રામ ગુરુ :
બ્રહ્મ ઋષિ વશિષ્ઠ ભગવાન રામના ગુરુ હતા, જેમણે રામને વૈદિક જ્ઞાન તેમજ શસ્ત્રમાં પરિપૂર્ણ કર્યા હતા. બ્રહ્મ ઋષિ વિશ્વામિત્રએ પણ રામને શસ્ત્ર વિદ્યાની તાલીમ આપી અને તેમના માર્ગદર્શન હેઠળ રામે તારકા અને અહિલ્યાનો ઉધ્ધાર કર્યો હતો, અને ત્યારબાદ સીતા સ્વયંવરમાં ભાગ લીધો અને સીતા સાથે લગ્ન કર્યા.
રામ વનવાસ :
મહારાજા દશરથ તેમના મોટા પુત્ર રામને પોતાના અનુગામી બનાવવા માંગતા હતા, પરંતુ તેમની અન્ય પત્ની કૈકેઈની ઇચ્છા હતી કે તેમનો પુત્ર ભરત સિંહાસન પર બેસે, તેથી તેમણે રાજા દશરથ જોડે પોતાના બે વરદાન (આ તે વરદાન હતા જેમનું વચન રાજા દશરથે ત્યારે આપ્યું હતું જ્યારે યુધ્ધના સમયે રાની કૈકેઇએ રાજા દશરથના પ્રાણોની રક્ષા કરી હતી) માંગ્યા જેમાં તેમણે ભરતનો રાજ્યાભિષેક અને રામ માટે વનવાસ માંગ્યો અને આ રીતે ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. આ વનવાસમાં સીતા તેમજ ભાઇ લક્ષ્મણે પણ પોતાના ભાઇ સાથે જવાનો આગ્રહ કર્યો. સાથે ભરતે પણ ભાતૃપ્રેમને સર્વોપરી (માન્ય) રાખ્યો. અને એક વનવાસીની રીતે જ ચૌદ વર્ષ સુધી અયોધ્યાને એક અમાનતના રૂપમાં સ્વીકાર કર્યો.
રામના લવ કુશ :
સીતાએ પ્રજાહિત માટે પરિત્યાગનો સ્વીકાર કર્યો. પોતાનું જીવન વાલ્મિકી આશ્રમમાં વિતાવ્યું અને તે સમયે સીતાએ બે પુત્રોને જન્મ આપ્યો. જેમના નામ લવ કુશ હતા. આ બંને પણ પિતાની જેમ તેજસ્વી હતા. રામે પોતાનું રાજ્ય બંને પુત્રોને સોપ્યું. અને પોતે વિષ્ણુ અવતાર ધારણ કરી પોતાના માનવ જીવનને છોડયું.