રાજસ્થાન તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. આજે સવારે મતદાનની શરૂઆત થવાની સાથે જ ૧૮૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. આ પાર્ટીએ તમામ ૧૧૯ સીટોપર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુલમતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. જે પૈકી મોટા ભાગના મતદારો આજે સવારે મતદાન કરવામાટે નિકળ્યા હતા.
તેલંગાણામાં નિષ્પક્ષચૂંટણીની ખાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બરસુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી.તેલંગણામાં કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.આજે મતદાનનીસાથે જ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧,ટીડીપીએ રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષાઅને ભારે ઉત્સાહ વચ્ચે આજે બમ્પર મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભારે સસ્પેન્સનીસ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચેય રાજ્યોમાં હવે મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથધરાશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકારબનશે તે અંગેનો ફેંસલો હવે ૧૧ના દિવસે થશે.
આજે રાજસ્થાનમાં ૭૨ ટકાથી પણ ઉંચુમતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં ઉંચુ મતદાન નોંધાયું હતુંજ્યારે તેલંગાણામાં પણ ૬૫ ટકાથી ઉંચુ મતદાન થયું હતું. તમામ ઉમેદવારોના ભાવિઇવીએમમાં સીલ થઇ ગયા હતા. જે ૧૧મી ડિસેમ્બરના દિવસે જ જાણી શકાશે. અગાઉ આજે સવારેમતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તોલાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઠંડીના કારણે ઓછા મતદારોપહોંચ્યા હતા. તેલંગણામાં સવારે સાત વાગ્યા અને રાજસ્થાનમાં સવારે આઠ વાગે મતદાનનીશરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ.
સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્યલોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. બંનેરાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા. હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ આજે મતદાન થયું હતું.બંને રાજ્યોમાં મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા શરૂઆતથી જ સજ્જ દેખાયા હતા.બંને રાજ્ય સહિત અન્ય ત્રણ રાજ્યમાં ક્યાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તેઅંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જાણી શકાશે. એકબાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારોપૈકીના મોટા ભાગના મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન કરવા નિકળ્યા હતા અને ૭૨ ટકાથી પણ વધુ મતદારોએ તેમનામતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છત્તિસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઇ ગઈ હતી. છેલ્લાથોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગણમાં સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. રાજસ્થાનમાં મતદાનનીશરૂઆતની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૨૨૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.
રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા.રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારોમાંથી પણ મોટીસંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે બહાર નિકળી હતી. હાલમાં અલવર જિલ્લાના રામગઢમતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરીદેવામાં આવી હતી. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ ૧૫, ભાજપે પાંચબેઠકો જીતી હતી. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા.ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દાકરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. ૫૦ સીટો પર બળવાખોરઉમેદવાર મેદાનમાં છે.