રાજકોટ
ગામડાની સંસ્કૃતિને ઉજાગર કરવા અને પરંપરાને જાળવી રાખવા અમુક પરિવારો ગામઠી સ્ટાઈલમાં વરરાજાની જાન જાેડે છે. રાજકોટનાં પડધરી તાલુકાનાં ખજુરડી ગામમાં ગઈકાલે વરરાજાની અનોખી જાન જાેવા મળી હતી. ખજુરડીમાં મુંગલપરા પરિવારના વરરાજા દેવરાજની જાન શણગારેલા બળદગાડામાં જાેડવામાં આવી હતી. આ જાન જાેઈને ગ્રામજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરરાજા દેવરાજ શણગારેલા બળદગાડામાં સવાર થઈને ખજૂરડી ગામે કન્યા પૂજાને પરણવા પહોંચ્યા હતા. જાેકે વરરાજા સાથે કન્યા પણ બળદગાડામાં સવાર થઈ હતી. બળદોને ઘૂઘરમાળ અને ગામઠી ઝૂલ પહેરાવવામાં આવી હતી. તેમજ ગાડાને પણ ફરતી બાજુ શણગાર કરવામાં આવ્યો હતો. ગાડામાં વરરાજા બેસી શકે તેવો સોફો પણ ગોઠવવામાં આવ્યો હતો. તેમજ બંને બળદના શીંગડે રંગબેરંગી ફૂગ્ગા લગાવવામાં આવ્યા હતા. શણગારેલા બળદગાડાને હંકારનારે પણ ગામઠી પહેરવેશ ધારણ કર્યો હતો. તેણે રંગબેગંરી ડિઝાઈન કરેલું કેડિયું અને માથે પાખડી પહેરી હતી. આજે લોકો હેલિકોપ્ટર અને વિન્ટેજ કાર કે લક્ઝુરિયસ કારમાં પોતાના સંતાનોની જાન જાેડતા જાેયા છે પણ ગ્રામ્ય સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા મુંગલપરા પરિવારની જેમ જુજ જ પરિવાર આગળ આવી રહ્યા છે.