કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્ધિપ કેટલાક નાના નાના દ્ધિપને પોતાનામાં સમેટીને છે. ભારતમાં ટુરિઝમ અને પોતાના સુન્દર દરિયાઈ નજારાના કારણે લક્ષદ્ધિપ હમેંશા ચર્ચામાં રહે છે. કરોડો ભારતીય લોકો લક્ષદ્ધિપની ખુબસુરતીને જોવા માટેનુ સપનુ ધરાવે છે. પરંતુ હાલમાં આ જગ્યાની ચર્ચાના કારણે રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાન ચૂંટણ માટે પ્રચાર દરમિયાન હાલમાં જ એમ કહીને રાજકીય ચર્ચા જગાવી ચુક્યા છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સરકારી તંત્રનો ઉપયોગ કરીને આ દ્ધિપ પર પરિવારની સાથે રજા ગાળવા માટે પહોંચી ગયા હતા.
એ વખતે તેમના માટે આઇએનએસ વિરાટનો ઉપયોગ કરવામા આવ્યો હતો. રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો ઉપયોગ કર્યો હતો. જેથી દેશની સુરક્ષા ખતરામાં મુકાઇ ગઇ હતી.લક્ષદ્ધીપના એ ખુબસુરત આઇલેન્ડના સંબંધમાં આજે અમે વાત કરી રહ્યા છીએ જેના કારણે હાલમાં દેશની રાજનીત પણ ગરમ બનેલી છે. લક્ષદ્ધીપના ખુબસુરત આઇલેન્ડ તરીકે બંગારામ દ્ધિપ છે. જે અખાત અને દરિયાથી ચારેબાજુથી ઘેરાયલ છે. તે અતિ સુન્દર અને શાંત સ્થળ તરીકે છે. સાથે સાથે ટુરિઝમ માટે સ્વર્ગ સમાન છે. સુન્દર સ્થાન હોવાના કારણે અનેક બાબતો તેની સાથે જાડાયેલી છે. રાજકીય કારણોસર હવે ચર્ચામાં છે. આ આઇલેન્ડ કેરળ રાજ્યના કોચી શહેરથી આશરે ૪૭૦ કિલોમીટરના અંતરે સ્થિત છે.
એક સમય રાજીવ ગાંધી પણ બંગારામ આઇલેન્ડ પર પહોંચી ગયા હતા. બંગારામ આઇલેન્ડ પોતાના ખુબસુરત નજારાના કારણે ઓળખાય છે. આ ટ્યુરિસ્ટ સ્પોટ વિદેશી પ્રવાસીઓમાં ખુબ લોકપ્રિય છે. તેના ક્રિસ્ટલન વોટર અને સોનાની જેમ ચમકનાર માટના કારણે તેની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઇ છે. આ તમામ ચીજા મળીને આને ખુબસુરત બનાવે છે. સામાન્ય લોકોનુ કહેવુ છે કે દરિયાના કિનારે કોઇ સ્વર્ગની જેમ જગ્યા પર હનિમુન કરવા માટેની ઇચ્છા ધરાવે છે તો આ જગ્યા તેમના માટે ખુબ શાનદાર હોઇ શકે છે. બંગારામ દ્ધિપ આના માટે બેસ્ટ તરીકે છે. અહીં વ્યક્તિ વોટ્ર સ્પોર્ટસની પણ મજા માણી શકે છે.
જાણકાર લોકો અને ટુર સાથે જોડાયેલા લોકો કહે છે કે બંગારામ આઇલેન્ડ એટલા ખુબસુરત સ્થળ પૈકી એક છે જ્યાં આપ કોઇ પણ સિઝનમાં જઇ શકો છો. દેશના બાકી હિસ્સામાં હવામાનની સ્થિતી બદલાતી રહે છે પરંતુ અહીં દેશના મોટા ભાગના વિસ્તારમાં બદલાતી રહેતી સ્થિતીની કોઇ અસર થત નથ. મોનસુનની સિઝનમાં બંગારામ દ્ધિપ પર જવાની બાબત ખાસ રોમાંચક હોય છે. આ બેસ્ટ સિઝન રજા માણવા માટેની હોય છે. હાલમાં સમયમાં બંગારામ આઇલેન્ડની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરદાર રીતે જોવા મળે છે. દિલ્હીથી આશરે બે હજાર કિલોમીટરના અંતર પર અને કોચીનથી આશરે ૪૬૫ કિલોમીટરના અંતરે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્ધીપના બંગારામ આઇલેન્ડ છે. તેના કુલ ક્ષેત્રફળ તરીકે ૦.૬૨૩ સ્કવાયર કિલોમીટર છે. આ દ્ધિપની વચ્ચે એક કડવા પાણના મોટા તળાવ પણ છે. જેની ચારેબાજુ નારિયળ અને કેવડાના વૃક્ષો છે. બંગારામ દ્ધિપ પર વર્ષ ૧૯૭૪માં ટુરિઝમની શરૂઆત થઇ હતી. જ્યારે અહીં આઇલેન્ડ બીચ પર રિસોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. અહં સુધી પહોંચવા માટેની બાબત મુશ્કેલ હતી. કારણ કે કોમર્શિયલ ફ્લાઇટ અહીં સુધી ઉપલબ્ધ ન હતી. મોડેથી જ્યારે કોચીથી અગત્તી સુધી વિમાન સેવા શરૂ કરવામાં આવી ત્યારે બંગારામમાં પ્રવાસને તેજ મળી ગઇ હતી. આ રિસોર્ટમાં ૬૦ કોટેજ છે. લક્ષદ્દિપમાં શરાબબંધી લાગુ છે. પરંતુ બંગારામ દ્ધિપ જ એવી જગ્યા છે જ્યાં આનો ઉપયોગ કરી શકાય છે.
આ દ્ધિપ એ વખતે રાતોરાત ચર્ચામાં આવ્યુ હતુ જ્યારે વર્ષ ૧૯૮૭માં વડાપ્રધાન રાજીવ ગાંધી પોતાના પરિવારના સભ્યો અને મિત્રોની સાથે અહીં રજા માણવા માટે પહોંચી ગયા હતા. જા બંગારામ દ્ધિપ પર રજા માણવાની આપની ઇચ્છા છે તો સૌથી પહેલા આ બાબત જાણી લેવાની જરૂર છે કે અહીં શુ મળશે ? અહીં તમામ ખુબસુરત નજારા છે જેમાં ખુબસુરત સુર્યાસ્ત, દરિયાના ગરમ પાણી, ખુબ જ શાનદાર હવામાનનો સમાવેશ થાય છે. સ્કુબા ડાઇવિંગ, ડીપ સી ફિશિગની પણ સુવિધા રહેલી છે. બંગારામમાં જવા માટે ઇચ્છુક લોકોને સૌથી પહેલા નજીકના અગત્તી એરપોર્ટ પર જવુ પડશે. આ ઉપરાંત કોચી એરપોર્ટ પર પહોંચી શકાય છે. બંને જગ્યા માટે બેંગલોર, કોચી, ચેન્નાઇ અને દેશના જુદા જુદા ભાગોમાંથી વિમાની સેવા છે. મોનસુન અને ઠંડીના દિવસોમાં કુદરતી નજરા રહે છે. ગરમીના દિવસોમાં જવા ઇચ્છુક લોકોએ માર્ચથી મે સુધી જવાની યોજના તૈયાર કરવી જાઇએ. લક્ષદ્ધિપમાં બંગારામ આઇલેન્ડ અદ્ભુત છે.