રથયાત્રા નિમિત્તે રાજલ બારોટનું નવુ સોંગ થયુ રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અષાઢી બીજ એટલે રથયાત્રા. ભારતમાં રથયાત્રાનું અનોખુ મહત્વ છે. રથયાત્રા પહેલા કેટલી બધી તૈયારી કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાન સાથે ભાઇ બલરામ અને સુભદ્રાને રથમાં બેસાડીને ફેરવવામાં આવે છે. રથયાત્રા પહેલા ભગવાનનો રથ બનાવવામાં આવે છે અને બાદમાં રથયાત્રાના દિવસે તે રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને ભક્તો સૂત્રો સાથે આખા નગરમાં ફેરવે છે

રથયાત્રાના આ પાવન અવસર પર ગુજરાતી ગાયક રાજલ બારોટનું નવુ સોંગ રિલીઝ થયુ છે. કૃષ્ણ ભગવાનનુ નવુ ગીત આવતાં જ લોકોમાં ધૂમ મચી ગઇ છે. લોકો હવે રાજલ બારોટના આ ગીત દ્વારા ભક્તિમાં લીન થઇ જશે. આ સોંગનુ નામ ‘દ્વારિકાનો નાથ’ છે.

સરસ્વતિ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલુ આ સોંગ મનોજ જોબનપુત્રાએ પ્રોડ્યુસ કર્યુ છે. રાજલ બારોટે આ ગીત ગાયુ છે. રણજીત નડિયાએ આ ગીતનું મ્યુઝિક આપ્યુ છે. આ ગીતને ફક્ત 24 કલાકની અંદર 6 લાખ લોકોએ નિહાળ્યુ છે.

પહેલા લોકો ગુજરાતી સોંગ ઘણા ઓછા સાંભળતા હતા. બોલિવુડ સોંગ તરફ વળેલા ગુજરાતી દર્શકોને પાછા લાવવા માટે ઘણા ગુજરાતી સિંગર કામ કરી રહ્યા છે.

Share This Article