રાજ અનડકટએ કલર્સ ગુજરાતીની યુનાઈટડ સ્ટેટ્સ ઓફ ગજરાત માટે જયેશભાઈ જોરદારના રણવીર સિંહના પાત્ર પરથી મળી પ્રેરણા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ લાવવાના વચન સાથે કલર્સ ગુજરાતી દ્વારાતેની નવી ઓફર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતમાં પરંપરા, આધુનિકતા અને હૃદયસ્પર્શી વાર્તાકથનનું સ્વર્ણિમ, આનંદિત સંમિશ્રણ પ્રસ્તુત કરવા જઈ રહી છે. ઉચ્ચ નિર્માણ મૂલ્યો, અસલી શૂટ સ્થળો, રોચક વાર્તા ને લોકપ્રિય ચહેરાઓ સાથે આ શો ગુજરાતી મનોરંજનમાં નવો દાખલો બેસાડવા સુસજ્જ છ અને પ્રાદેશિક ટેલિવિઝનમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.

શોમાં રાજ અનડકટ, સના શેખ, રાગિણી શાહ, સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, વંદના વિઠલાની વગેરે સહિતના ઉત્તમ કલાકારો છે. રાજ અનડકટ (કેશવ) આ નવા શો સાથે ગુજરાતીમાં પદાર્પણ કરી રહ્યો છે, જેમાં કેશવના પાત્રને જીવંત કરવા માટે તેણે રણવીર સિંહના જયેશભાઈ જોરદાર પાત્ર પરથી પ્રેરણા લીધી છે. અત્યંત હકારાત્મક અને ખુશમિજાજી કેશવની ભૂમિકા ભજવતો રાજ કહે છે, “મારા પાત્ર માટે મેં રણવીર સિંહના જયેશભાઈ જોરદારના પાત્ર પરથી પ્રેરણા લીધી છે. મને ડાયરેક્ટરે જ્યારે સૌપ્રથમ વાર વાર્તા સંભળાવી ત્યારે મને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે મારું પાત્ર દ્વારકાના રણવીર સિંહ જેવું છે, જે બિન્ધાસ્ત, ખુશમિજાજી છોકરો દરેકને મદદ કરવા તત્પર રહે છે અને છોકરીઓનો તે વહાલો છે. શૂટિંગ કરતી વખતે પણ અમે મારા પાત્રમાં મોજીલાં તત્ત્વો ઉમેરતા રહ્યા હતા.

Raj Undakat

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત કે (સના શેખ)નો હૃદયસ્પર્શી પ્રવાસ છે. તે પોતાનાં મૂળિયાંની ખોજ કરે છે અને તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)નું પુનઃમિલન કરાવે છે. રાજ અનડકટનું પાત્ર કેશવ આ ગતિશીલતામાં ઉમેરો કરે છે, કારણ કે તે કે સાથે ખાટામીઠા સંબંધ ધરાવે છે, જે દર્શકો માટે ખાતરીદાયક મનોરંજનનું વચન આપે છે.

TAGGED:
Share This Article