બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૨૨ મી.મી. વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લુણાવાડા સમગ્ર રાજયમાં વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં અનરાધાર વર્ષા વરસી રહી છે ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તેમજ મુશળધાર વરસાદનું આગમન થતા ધરતી પુત્રોમાં નવી આશાનુ કિરણ જનમ્યું છે.

ખેડૂતોએ ખાતર-બીયારણ – વાવણી માટેની તૈયારી કરી  લીધી છે.  કેટલીક જગ્યાએ આગોતરૂ વાવેતર પણ કરી  દેવામાં પણ આવ્યું છે.

 મહીસાગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદના નોંધાયેલા જિલ્લા કંટ્રોલ રૂમ મહીસાગરના આંકડા મુજબ લુણાવાડામાં ૧૦૩ મી.મી, ખાનપુર ૯૭ મી.મી, સંતરામપુરમાં ૮૦.મી.મી, કડાણા ૬૩ મી.મી, બાલાસિનોર ૧૨૨ મી.મી, અને વિરપુર તાલુકામાં ૧૧૪ મી.મી, વરસાદ નોંધાવા પામ્યો છેજિલ્લામાં અત્યાર સુધીનો કુલ ૫૭૯ મી.મી. વરસાદ વરસતા કૃષકો-પશુપાલકોમાં આનંદ લાગણી છવાઇ ગઇ છે. જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહયો છે.

Share This Article