વલસાડ જિલ્લાનો વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વલસાડ જિલ્લામાં ૨૦ જુલાઇના રોજ સવારે ૬ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૦૧ મી.મી., પારડી તાલુકામાં ૬૫ મી.મી., વાપી તાલુકામાં ૩૭ મી.મી., ઉમરગામ તાલુકામાં ૨૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૬ મી.મી. અને કપરાડા તાલુકામાં ૬૩ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૧૭૮૩ મી.મી., પારડી તાલુકામાં ૧૫૮૬ મી.મી., વાપી તાલુકામાં ૧૫૭૦ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૯૬૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૭૩૪ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૭૬૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૨૦મી જુલાઇ ૧૮ના રોજ સવારે ૬-૦૦ થી ૪-૦૦ વાગ્‍યા સુધીમાં વલસાડ તાલુકામાં ૪૪ મી.મી., પારડી તાલુકામાં ૪૭ મી.મી., વાપી તાલુકામાં ૨૯ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૬૩ મી.મી. અને કપરાડા તાલુકામાં ૫૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

Share This Article