અમદાવાદ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના પરિણામ સ્વરુપે લોકોમાં એકબાજુ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વિજળી પણ ડુલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં આજે પણ વરસાદ થયો હતો તેમાં જુનાગઢ અને તેના આસપાસના વિસ્તારો, માળિયા, કેશોદનો સમાવેશ થાય છે. બીજી બાજુ વલસાડ, વાપીમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. ઘણા વિસ્તારમાં વિજળી ડુલ ઇ ગઇ હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુન હવે પરત ખેંચાઈ રહ્યું છે.
વરસાદી સિઝન પૂર્ણાહૂતિના તબક્કામાં છે ત્યારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ થયો હતો. બીજી બાજુ ભુજમાં આજે પારો ૪૧.૨ સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અરબી દરિયામાં લોપ્રેશરની Âસ્થતિ સર્જાઈ શકે છે જેથી માછીમારોને ૪૮ કલાક સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કચ્છમાં ૮૯ ટકા વરસાદની ઘટ રહી છે અને માત્ર ૨૬.૫૧ ટકા વરસાદ થયો છે.
ગુજરાતમાં સરેરાશ ૭૬.૬૧ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાનના કહેવા મુજબ દક્ષિણમાં હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી નોંધાયું હતુ ંજ્યારે ભુજમાં આજે પણ પારો ૪૧.૨ સુધી રહ્યો હતો. આ વર્ષે નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો છે. જા કે, દેશના ૨૫૧ જિલ્લામાં દુષ્કાળનું સંકટ છે. દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ Âસ્થતિમાં સુધારો થયો છે. દરમિયાન એલર્ટની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. લોપ્રેશરની Âસ્થતિ હોવાથી તંત્ર સાબદુ કરાયું છે.